વિરાટ કોહલી સ્માર્ટ ક્રિકેટર છે, ફિટનેસ તેની તાકાત છે : ગંભીર

17 June, 2020 11:35 AM IST  |  Mumbai | Agencies

વિરાટ કોહલી સ્માર્ટ ક્રિકેટર છે, ફિટનેસ તેની તાકાત છે : ગંભીર

ગૌતમ ગંભીર

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પ્લેયર ગૌતમ ગંભીરે તાજેતરમાં વિરાટ કોહલીનાં વખાણ કર્યાં હતાં. કોઈ પણ ટોટલ ચેઝ કરવામાં કોહલી ક્યારેય પાછળ પડતો નથી એ વાતના સંદર્ભમાં ગંભીરે આ વાત કરી હતી. આ ઉપરાંત કોહલીની ખરી તાકાત તેની ફિટનેસ હોવાની વાત પણ ગંભીરે કરી હતી. આ વિશે ગંભીરે કહ્યું હતું કે ‘કોહલી ઘણો સ્માર્ટ ક્રિકેટર છે. તેનું સમગ્ર ટી૨૦ કરીઅર સફળ છે. તેનામાં ક્રિસ ગેઇલ જેવી તાકાત કદાચ ન હોય, એબી ડિવિલિયર્સ જેવી ક્ષમતા ન હોય, જૅક કૅલિસ અથવા બ્રાયન લારા જેવી ક્ષમતા કદાચ તેનામાં ન પણ હોય, પણ તેની સૌથી મોટી તાકાત તેની ફિટનેસ છે જે તેને ગેમમાં ટકાવી રાખે છે અને સફળ બનાવે છે. તેની સૌથી સારી વાત એ છે કે તે ક્રિકેટ વચ્ચે સારી રીતે દોડવાનું જાણે છે જે ઘણા લોકો નથી જાણતા. મારા ખ્યાલથી ટી૨૦ ક્રિકેટમાં જો તમે વધારે ડૉટ બૉલ રમો તો કોઈને એની પરવા રહેતી નથી. જો તમે ઓછા ડૉટ બૉલ રમશો તો તમે અન્ડર પ્રેશર રહેશો અને સિંગલ રન લેતા રહેશો. એમ ન કરતાં તમારે રિસ્ક લઈને મોટા શૉટ રમવા પડે. કોહલી દુનિયા કરતાં અલગ પ્રકારનો પ્લેયર છે.’

gautam gambhir virat kohli cricket news sports news