28 June, 2026 02:46 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સેન્ટર ઑફ એક્સેલન્સમાં યંગસ્ટર્સ સાથે ફિટ થઈ રહ્યો છે વિરાટ કોહલી
મુંબઈના યંગ ક્રિકેટર આયુષ મ્હાત્રેએ ગઈ કાલે વિરાટ કોહલી સાથેનો ફોટો શૅર કર્યો હતો. વિરાટ કોહલી બૅન્ગલોર સ્થિત BCCI સેન્ટર ઑફ એક્સેલન્સમાં હૅમસ્ટ્રિંગની ઇન્જરીમાંથી ફિટ થવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ દરમ્યાન આયુષ મ્હાત્રે સહિતના યંગસ્ટર્સને વિરાટ કોહલી સાથે વાતચીત કરવાની તક મળી હતી. IPL 2026 દરમ્યાન હૅમસ્ટ્રિંગ ઇન્જરીને કારણે ચેન્નઈ સુપર કિંગ્સના આયુષ મ્હાત્રેને સેન્ટર ઑફ એક્સેલન્સમાં આવવાની ફરજ પડી હતી. IPL 2026ની ફાઇનલ દરમ્યાન ઇન્જર્ડ થયેલો વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની સિરીઝ ચૂકી ગયો હતો અને હવે ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝ માટે તૈયાર થઈ રહ્યો છે.