28 January, 2025 07:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલીએ રણજી ટ્રોફીમાં શાનદાર કમબૅક માટે સંજય બાંગરની મદદ
ભારતીય સ્ટાર બૅટર વિરાટ કોહલી ૩૦ જાન્યુઆરીથી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રેલવે સામેની મૅચથી લગભગ એક દાયકા બાદ ડોમેસ્ટિક ક્રિકેટમાં કમબૅક કરશે. એના માટે તે અલીબાગમાં જબરદસ્ત તૈયારી કરી રહ્યો છે જ્યાં તેણે મદદ માટે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ભારતીય ટીમના ભૂતપૂર્વ બૅટિંગ કોચ સંજય બાંગરને સાથે રાખ્યો છે. કોહલી બૅકફુટ પર પોતાની રમત સુધારવા માગતો હતો અને એથી તેણે સંજય બાંગરની મદદ લીધી.
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના કોચિંગ સ્ટાફનો ભાગ રહી ચૂકેલા સંજય બાંગરને કોહલીની રમતની સારી સમજ છે. કોહલીએ ૨૦૧૪થી ૨૦૧૯ની વચ્ચે તેની ૮૦ સેન્ચુરીઓમાંથી મોટા ભાગની સેન્ચુરી ફટકારી હતી અને એ વખતે બાંગર રાષ્ટ્રીય ટીમના કોચિંગ સ્ટાફનો ભાગ હતો. ૨૦૧૯ના વન-ડે વર્લ્ડ કપ પછી સંજય બાંગરનો કાર્યકાળ સમાપ્ત થયો હતો.