બેંગ્લોરની સતત હાર વચ્ચે વિરાટ કોહલી માટે સારા સમાચાર

10 April, 2019 02:49 PM IST  | 

બેંગ્લોરની સતત હાર વચ્ચે વિરાટ કોહલી માટે સારા સમાચાર

વિરાટ બન્યા વિઝડન ક્રિકેટર ઓફ ધી યર

વિરાટ કોહલી ભલે હાલ પોતાની ટીમ રોયલ ચેલન્જર્સ બેન્ગલોર સતત મેચ હારી રહી હોય. પરંતુ વિરાટ કોહલીને ફરી એકવાર વિઝડન લીડિંગ ક્રિકેટર ઓફ ધી યર માટે પસંદ કરાયા છે. આ ત્રીજી વખત વિરાટ કોહલીને વિઝડન લીડિંગ ક્રિકેટર ઓફ ધી યરનું સન્માન મળ્યું છે. આ પહેલા કોહલીને 2016, 2017 અને 2018માં કેપ્ટ તરીકે અને બેટ્સમેન તરીકે શાનદાર પ્રદર્શન માટે આ એવોર્ડ મળ્યો છે.

વિઝડન અલમાનેકે બુધવારે વિરાટ કોહલીને આ સન્માન આપવાની જાહેરાત કરી છે. વિરાટ કોહલી ઉપરાંત ટૈમી બ્યૂમોન્ટ, જોસ બટલર, સેમ કરન અને રાશિદ ખાનની પણ આ એવોર્ડ માટે પસંદગી કરાઈ છે. તો મહિલા ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની ફિમેલ રન મશીન નામથી જાણીતી સ્મૃતિ મંધાનાને લીડિંગ ક્રિકેટર ઓફ ધી યરનું સન્માન મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી પહેલા ભૂતકાળમાં માત્ર ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ક્રિકેટર સર ડૉન બ્રેડમેન અને ઈંગ્લેન્ડના દિગ્ગજ ક્રિકેટર જૅક હોબ્સને ત્રણથી વધુ વખત વિઝડન લીડિંગ ક્રિકેટર ઓફ ધી યરનો એવોર્ડ મળી ચૂક્યો છે. ડોન બ્રેડમેનને 10 વાર અને જેક હોબ્સને 8 વખત વિઝડન લીડિંગ ક્રિકેટ ઓફ ધી યરનું સન્માન મળ્યું છે.

આ પણ વાંચોઃ વિરાટ કોહલીઃ એક પ્રેમાળ પુત્ર, વ્હાલો ભાઈ અને છે આઈડિયલ પતિ

તો લીડિંગ વીમેન ક્રિકેટર ઓફ ધી યર બનનાર સ્મૃતિ મંધાનાની વાત કરીએ તો તેમણે ગત વર્ષે વન ડે અને ટી 20માં 1331 રન બનાવ્યા છે. મંધાનાએ વન ડે ક્રિકેટમાં 669 અને ટી20માં 662 રન બનાવ્યા છે. સાથે વીમેન્સ સુપર લીગમાં 174.68ના સ્ટ્રાઈક રેટ સાથે તેણે 421 રન બનાવ્યા છે.

sports news cricket news Ipl 2019 virat kohli anushka sharma