31 May, 2025 03:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોશ્યલ મીડિયા પર વિરાટ કોહલી જેવી દેખાતી એક વ્યક્તિ
સોશ્યલ મીડિયા પર વિરાટ કોહલી જેવી દેખાતી એક વ્યક્તિનો વિડિયો જબરદસ્ત વાઇરલ થયો છે જે મંદિરમાં પ્રસાદ પીરસવાનું કામ કરે છે. આ વિડિયો ઓડિશાના ભુવનેશ્વરમાં આવેલા અનંત વાસુદેવ મંદિરનો છે જેમાં વિરાટ કોહલીનો હમશકલ જનોઈ અને ધોતી પહેરીને મંદિરમાં પ્રસાદની વિવિધ વાનગીઓ વિશે માહિતી આપી રહ્યો હતો.