હાં મેને ભી પ્યાર કિયા હૈ.... હું અને અનુષ્કા ગળાડુબ પ્રેમમાં : વિરાટ કોહલી

21 November, 2014 08:27 AM IST  | 

હાં મેને ભી પ્યાર કિયા હૈ.... હું અને અનુષ્કા ગળાડુબ પ્રેમમાં : વિરાટ કોહલી




મુંબઈ : તા, 21 નવેમ્બર


વિરાટ કોહલીએ આજે પોતાની ફેશન લાઈનના લોન્ચિંગ પ્રસંગે તેના અને અનુષ્કાના સંબંધોને લઈને પુછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે "જ્યારે બે લોકો સાથે સાથે જોવા મળે ત્યારે લોકોએ સમજી જવું જોઈએ."

અનુષ્કા સાથે ફરી એકવાર જાહેરમાં નજરે પડેલા વિરાટે કહ્યું હતું કે "જે છે તે બધાની સામે છે. અમે કોઈનાથી કંઈ છુપાવતા નથી. પરંતુ એક જ વાતને લઈને વારંવાર પ્રશ્નો પુછવામાં આવે અને એ જ વાતને ચર્ચાનો મુદ્દો બનાવવામાં આવે તે અમારા બંને માટે યોગ્ય નથી."

પહેલી જ વાર પોતાના અને અનુષ્કા વચ્ચેના પ્રેમ સંબંધોનો જાહેરમાં સ્વિકાર કરતા વિરાટે વધુમાં કહ્યું હતું કે "જ્યારે તમે સાથે સાથે જોવા મળો છો....તેમ છતાંય તમને પુછવામાં આવે કે શું આ કન્ફર્મ છે?....આ એક કોમન સેન્સની વાત છે....જો તમને વધી જ ખબર છે તો એક જ પ્રશ્ન વારંવાર ન પુછવો જોઈએ. અમે વ્યક્તિગત રીતે આ બાબતે કંઈ જ કહેવા નથી માંગતા. આ અંગત બાબત છે. જેનું લોકો અને મીડિયા દ્વારા સમ્માન કરવામાં આવે."