વર્લ્ડનો બેસ્ટ બૅટ્સમૅન છે વિરાટ કોહલી : ચંદરપૉલ

23 March, 2020 12:33 PM IST  |  Mumbai Desk | Agencies

વર્લ્ડનો બેસ્ટ બૅટ્સમૅન છે વિરાટ કોહલી : ચંદરપૉલ

શિવનારાયણ ચંદરપૉલે

ભૂતપૂર્વ વેસ્ટ ઇન્ડિયન પ્લેયર શિવનારાયણ ચંદરપૉલે વિરાટ કોહલીને વર્લ્ડનો બેસ્ટ બૅટ્સમૅન ગણાવ્યો છે. વાસ્તવમાં થોડા દિવસ અગાઉ રોડ સેફ્ટી ટુર્નામેન્ટ માટે ચંદરપૉલ ભારતમાં આવ્યો હતો.
કોહલી વિશે વાત કરતાં ચંદરપૉલે કહ્યું કે ‘નિઃસંદેહ, વિરાટ કોહલી. ક્રિકેટની ગેમનાં દરેક પાસાંમાં તે સારું પર્ફોર્મ કરી રહ્યો છે અને એનું પરિણામ પણ આપણને જોવા મળે છે. તે પોતાની ફીટનેસ, સ્કીલ પર ઘણી મહેનત કરે છે. તે એવા પ્લેયરોમાંનો છે જેને બેસ્ટ પર્ફોર્મન્સ આપવામાં રસ છે અને એ વાત તે સાબિત પણ કરી આપે છે. લાંબા સમય સુધી નંબર વન બનેલા રહેવું સરળ નથી.’

cricket news virat kohli sports sports news