ધોનીનો રેકોર્ડ તોડવાથી વિરાટ કોહલી હવે માત્ર એક જીત દુર

20 August, 2019 09:42 PM IST  |  Mumbai

ધોનીનો રેકોર્ડ તોડવાથી વિરાટ કોહલી હવે માત્ર એક જીત દુર

File Photo

Mumbai : ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલી હાલ તેના સર્વોચ્ચ સ્થાન પર ચાલી રહ્યો છે. હાલ વિરાટ કોહલી એક પછી એક રેકોર્ડ પણ પોતાના નામે કરતો જાય છે. ત્યારે વિરાટ કોહલી વધુ એક રેકોર્ડ પોતાના નામે કરવા જઇ રહ્યો છે. આ રેકોર્ડ પોતાના નામે કરવા માટે કોહલી હવે માત્ર 1 જીત જ દુર છે. જો કોહલી વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ સીરિઝમાં 1 મેચ જીતશે એટલે ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ જીત હાસિલ કરનારા પુર્વ સુકાની એમ. એસ. ધોનીના રેકોર્ડની બરોબરી કરી લેશે.

કોહલીએ સુકાની તરીકે ટેસ્ટમાં 26 જીત નોંધાવી છે
વિરાટ કોહલીના નામે ભારતીય ટીમના સુકાની તરીકે 46 મેચોમાં 26 જીત નોંધાયેલી છે, જ્યારે ધોનીના નામે 60 મેચોમાં 27 જીત છે. કોહલી સૌથી પહેલા ટેસ્ટમાં ભારતનો કેપ્ટન બન્યો હતો. 2014મા ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ધોનીએ નિવૃતી લીધા બાદ કોહલીને ટેસ્ટ ટીમની કમાન સોંપવામાં આવી હતી.

વિદેશની ધરતી પર છેલ્લા થોડા સમયથી કોહલીની સેના સફળ રહી છે
પોતાની આગેવાનીમાં કોહલીએ ભારતને ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડમાં જીત અપાવી છે. આફ્રિકા અને ઈંગ્લેન્ડમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. કોહલીએ પાછલા વર્ષે ભારતને ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટમાં 2-1થી ઐતિહાસિક જીત અપાવી 71 વર્ષમાં પ્રથમ શ્રેણી વિજય અપાવ્યો હતો.

આ પણ જુઓ : વિરાટ કોહલીઃ એક પ્રેમાળ પુત્ર, વ્હાલો ભાઈ અને છે આઈડિયલ પતિ

સૌથી વધુ ટેસ્ટ જીત મેળવનાર ભારતીય સુકાની

સુકાની                મેચ    જીત
ધોની                  60     27
વિ. કોહલી           46     26
સૌ. ગાંગુલી          49     21
મો.અઝરૂદ્દીન       47     14

cricket news ms dhoni virat kohli team india