ચેઝિંગની બાબતમાં તેન્ડુલકરથી આગળ છે કોહલી: ડિવિલિયર્સ

13 May, 2020 03:28 PM IST  |  Johannesburg | Agencies

ચેઝિંગની બાબતમાં તેન્ડુલકરથી આગળ છે કોહલી: ડિવિલિયર્સ

એ. બી. ડિવિલિયર્સ

સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ કૅપ્ટન એ. બી. ડિવિલિયર્સનું માનવું છે કે જ્યારે મૅચ ચેઝ કરવાની વાત આવે ત્યારે સચિન તેન્ડુલકર કરતાં વિરાટ કોહલી વધુ આગળ છે. ડિવિલિયર્સે કહ્યું કે ‘અમારા બન્ને માટે સચિન આદર્શ છે. તેણે પોતાના સમયમાં જે પણ કીર્તિમાન સર્જ્યાં છે એ લોકોને આજે પણ યાદ છે અને એને લીધે તેણે એક ઉદાહરણ પણ મૂકી આપ્યું છે. મારા ખ્યાલથી વિરાટ પણ સચિન માટે આમ જ કહેશે. પણ મને વ્યક્તિગત રીતે લાગે છે કે મારા જીવનમાં મેં વિરાટને બેસ્ટ પર્ફોર્મ કરતો જોયો છે. સચિન દરેક ફૉર્મેટમાં, દરેક પરિસ્થિતિમાં સારું રમવાનું જાણે છે, પણ જ્યારે ચેઝિંગની વાત આવે ત્યારે કોહલી સચિન કરતાં આગળ નીકળી જાય છે.’

આ ઉપરાંત કોહલી અને સ્ટીવન સ્મિથની વાત કરતાં ડિવિલિયર્સે આ બન્ને પ્લેયરોને અનુક્રમે ટેનિસના દિગ્ગજ પ્લેયર રૉજર ફેડરર અને રાફેલ નડાલ સાથે સરખાવ્યા છે.

ab de villiers cricket news sports news sachin tendulkar virat kohli