વિરાટના ડુપ્લિકેટને પોલીસે બહાર કાઢવો પડ્યો

11 October, 2016 03:58 AM IST  | 

વિરાટના ડુપ્લિકેટને પોલીસે બહાર કાઢવો પડ્યો




ઇન્દોરમાં રમાઈ રહેલી ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ દરમ્યાન બીજા દિવસે વિરાટ કોહલી એક તરફ શાનદાર બૅટિંગ કરી રહ્યો હતો. તેણે કૅપ્ટન તરીકે શાનદાર ડબલ સેન્ચુરી પણ ફટકારી હતી, પરંતુ થોડા સમય માટે તમામનું ધ્યાન તેનો એક હમશકલ ખેંચી ગયો હતો. પ્રિન્સ નામનો આ યુવક એકદમ તેના જેવો જ દેખાય છે. ભારતીય બૅટિંગ-સ્ટાર જેવી જ દેખાતી આ વ્યક્તિને ભૂલથી વિરાટ સમજી લઈ સમર્થકોએ તેના ઑટોગ્રાફ લેવા માટે ભારે પડાપડી કરી હતી. સમગ્ર ઘટના બીજા દિવસે હોલકર સ્ટેડિયમમાં બની હતી.

કોહલી જ્યારે બૅટિંગ કરી રહ્યો હતો ત્યારે કૅમેરામૅને ઘણી વખત સુધી પ્રિન્સને બતાવ્યો હતો. તેના ડુપ્લિકેટને જોવા માટે પણ ટોળાએ ભારે પડાપડી કરી હતી. પરિણામે કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે પોલીસે તેને સ્ટેડિયમમાંથી બહાર લઈ જવો પડ્યો હતો.