વિરાટે સતત ચોથા વર્ષે સિતારાઓને આપી માત,જુઓ 2020માં તેની બ્રાન્ડ વેલ્યૂ

04 February, 2021 03:45 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

વિરાટે સતત ચોથા વર્ષે સિતારાઓને આપી માત,જુઓ 2020માં તેની બ્રાન્ડ વેલ્યૂ

વિરાટે સતત ચોથા વર્ષે સિતારાઓને આપી માત,જુઓ 2020માં તેની બ્રાન્ડ વેલ્યૂ

ભારતીય કૅપ્ટન વિરાટ કોહલી મેદાનથી દૂર હોય કે નજીક, સારા સમાચાર તેનો પીછો કરતા જ હોય છે. જ્યારે ટીમ ઇન્ડિયા ઇન્ગ્લેન્ડ વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચ રમવા માટે તૈયારી કરી રહી છે ત્યારે, તેના બરાબર એક દિવસ પહેલા વિરાટ કોહલી માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. વિરાટ કોહલી સતત ચોથા વર્ષે 2020માં સૌથી મૂલ્યવાન ભારતીય સેલિબ્રિટી તરીકે સામે આવ્યો છે, અને આ મામલે તેણે અક્ષય કુમાર અને કિંગ ખાન જેવા સુપરસ્ટારને પણ પાછળ છોડી દીધા છે. ક્રિકેટ ખેલાડી વિરાટ કોહલી 23.77 કરોડ અમેરિકન ડૉલર (1732.92 કરોડ રૂપિયા)ની બ્રાન્ડ વેલ્યૂ સાથે સતત ચોથા વર્ષે 2020માં સૌથી મૂલ્યવાન ભારતીય સેલિબ્રિટી રહ્યો, અને આ લિસ્ટમાં બીજા અને ત્રીજા સ્થાને હિન્દી ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર તેમજ રણવીરર સિંહનું નામ છે. બ્રાન્ડ વેલ્યૂમાં મહારત ધરાવનાર કંપની ડફ એન્ડ ફેલ્પ્સે રવિવારે એક નિવેદનમાં કહ્યું કે 2020 માટે ટૉપ 10 સૌથી વેલ્યૂએબલ સેલિબ્રિટીની લિસ્ટમાં ફક્ત વિરાટ કોહલી ફિલ્મજગતની બહારના છે અને તેમાં માત્ર બે મહિલાઓ છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું કે 2020માં કોહલીની બ્રાન્ડ વેલ્યુ જળવાઇ રહી, જ્યારે 20 સેલિબ્રિટીએ પોતાની કુલ વેલ્યૂની પાંચ ટકા અથવા લગભગ એક અરબ અમેરિકન ડૉલર ગુમાવી દીધા. કોહલી સતત ચોથા વર્ષે સૌથી વેલ્યૂએબલ સેલિબ્રિટીએ બનેલો છે. અને અહીં મહત્વની વાત એ છે કે કોવિડ-19 મહામારી છતાં તેની બ્રાન્ડ વેલ્યૂ 23.77 કરોડ ડૉલર (1732.92 કરોડ રૂપિયા) પર સ્થિર છે અને આ મહામારી પણ તેમની બ્રાન્ડ વેલ્યૂને પણ પ્રભાવિત કરી શકી નથી. અક્ષય કુમારની બ્રાન્ડ વેલ્યૂ 13.8 ટકા વધારા સાથે 11.89 કરોડ અમેરિકન ડૉલર (866.82 રૂપિયા) રહી અને તે બીજા સ્થાને છે. રણવીર સિંહ 10.92 કરોડ ડૉલર (750.18 કરોડ રૂપિયા) સાથે ત્રીજા સ્થાને છે.

ડફ એન્ડ ફેલ્પ્સના સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યૂએશનના અધ્યયનના છઠ્ઠા સંસ્કરણ પ્રમાણે 2020માં ટૉપ 20 સેલિબ્રિટીની કુલ બ્રાન્ડ એક અરબ અમેરિકન ડૉલર હતી, જે 2019ની તુલનામાં પાંચ ટકા ઓછી છે. આ લિસ્ટમાં 5.11 કરોડ ડૉલર (372.54 કરોડ રૂપિયા)ના મૂલ્યાંકન સાથે શાહરુખ ખાન ચોથા સ્થાને છે, જ્યારે દીપિકા પાદુકોણ 5.04 કરોડ ડૉલર (367.43 કરોડ રૂપિયા) સાથે પાંચમાં સ્થાને હતી. આલિયા ભટ્ટ છઠ્ઠા સ્થાને છે.

virat kohli sports sports news cricket news Shah Rukh Khan akshay kumar