સચિને નહીં પણ કોહલીએ કરી બતાવ્યું આ કામ : બન્યો વિશ્વનો પહેલા ક્રિકેટર

15 August, 2019 08:55 PM IST  |  Mumbai

સચિને નહીં પણ કોહલીએ કરી બતાવ્યું આ કામ : બન્યો વિશ્વનો પહેલા ક્રિકેટર

વિરાટ કોહલી (File Photo)

Mumbai : વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રીજી અને અંતિમ વન-ડેમાં ભારતીય ટીમે શાનદાર જીત મેળવીને સીરિઝ પોતાના નામે કરી લીધી છે. પરંતુ આ મેચમાં સુકાની વિરાટ કોહલીએ એ કારનામો કરી બતાવ્યો જે અત્યાર સુધી એક પણ ક્રિકેટરે નથી કર્યું. ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે પણ આવી સિદ્ધી નથી મેળવી તે વિરાટ કોહલીએ કરી બતાવ્યું છે. આ સિદ્ધી મેળવના વિરાટ કોહલી વિશ્વનો એક માત્ર ક્રિકેટર બની ગયો છે.

એક દાયકામાં 20 હજાર રન કરનાર કોહલી એક માત્ર ક્રિકેટર
વિરાટ કોહલી
43મી વન-ડે સદી ફટકારતાની સાથે જ એક દાયકામાં 20,000 રન બનાવનારો વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. બુધવારે કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી અને અંતિમ વનડેમાં વિરાટ કોહલીએ તેની બીજી સદી ફટકારીને ભારતને 6 વિકેટે વિજય અપાવ્યો હતો. ભારતીય ટીમે વર્ષાથી પ્રભાવિત ત્રીજી વનડેમાં કેરેબિયન ટીમને DL મેથડ અંતર્ગત 6 વિકેટે હરાવી હતી અને 2-0થી સિરીઝ પર કબ્જો મેળવ્યો હતો. ત્રણ મેચની સીરીઝની પ્રથમ મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી. આ અગાઉ ટી-20માં પણ ભારતે વેસ્ટ ઈન્ડીઝના 2-0થી સુપડા સાફ કર્યા હતા.

ભારતના આ વિજયમાં 99 બોલમાં 114 રન ફટકારના કેપ્ટન કોહલીનું મહત્વનું યોગદાન રહ્યું હતું. કોહલીને 'મેન ઓફ ધ મેચ' અને શ્રેણીમાં સતત બે સદી ફટકારવા માટે 'મેન ઓફ ધ સિરીઝ'નો પણ એવોર્ડ એનાયત કરાયો હતો. આ શ્રેણીમાં વિરાટ કોહલીએ 120 અને 114 એમ બે વખત સદી ફટકારીને નવા રેકોર્ડ સર્જ્યા હતા.

આ પણ જુઓ : વિરાટ કોહલીઃ એક પ્રેમાળ પુત્ર, વ્હાલો ભાઈ અને છે આઈડિયલ પતિ

કોહલીએ 2010 થી 2019 સુધી 20 હજરા રન પુરા કર્યા
વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (ટેસ્ટ+વન ડે+ટી20)માં આ દાયકાના (વર્ષ 2010થી 2019માં અત્યાર સુધી) પોતાના 20,000 રન પૂરા કર્યા છે. આ રીતે, એક દાયકામાં 20,000 કે તેથી વધુ રન બનાવનારો તે વિશ્વનો એક માત્ર ખેલાડી બન્યો છે. વિરાટ કોહલીએ 2010ના દાયકામાં અત્યાર સુધી કુલ 371 મેચ રમી ચૂક્યો છે અને તેણે 57.03ની સરેરાશથી 20,018 રન બનાવ્યા છે. જેમાં 67 સેન્ચુરીનો સમાવેશ થાય છે. એટલે કે વિરાટના બેટમાંથી જો રનનો આ રીતે જ વરસાદ થતો રહ્યો તો ભવિષ્યમાં વિરાટનો રેકોર્ડ તોડવો કોઈના માટે સરળ નહીં રહે. અત્યાર સુધી એક દાયકામાં સૌથી વધુ રનનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ રિકી પોન્ટિંગના નામે હતો, જેણે વર્ષ 2000ના દાયકામાં 18,962 રન બનાવ્યા હતા.

cricket news virat kohli team india sachin tendulkar