કોહલી બની શકે છે દુનિયાનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર : ગિલ્ક્રિસ્ટ

16 November, 2014 06:17 AM IST  | 

કોહલી બની શકે છે દુનિયાનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર : ગિલ્ક્રિસ્ટ



ગિલ્ક્રિસ્ટનું આ બાબતે કહેવું હતું કે ટીમ ઇન્ડિયાનો ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ વિરાટ કોહલી માટે મહત્વનો સાબિત થઈ શકે છે. જોકે કોહલીને વિદેશની ધરતી પર પ્રદર્શનની બાબતે થોડુંઘણું શીખવું પડશે, તેનામાં આ માટેની ભૂખ છે અને તે એ શીખી શકે છે. ૨૬ વર્ષનો વિરાટ કોહલી ૨૯ ટેસ્ટ-મૅચોમાં ૪૦ તથા ૧૪૫ વન-ડેમાં ૫૦ની ઍવરેજથી રન બનાવી રહ્યો છે.

રેગ્યુલર કૅપ્ટન મહેન્દ્ર સિંહ

ધોનીની અનુપસ્થિતિમાં શ્રીલંકા વિરુદ્ધ વન-ડે સિરીઝમાં ભારતનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું છે, પણ ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલી ટેસ્ટમાં ધોની ન રમવાનો હોવાથી કોહલીના નેતૃત્વની ખરી કસોટી થશે. આ બાબતે ઍડમ ગિલ્ક્રિસ્ટનું કહેવું હતું કે કોહલી માટે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલી ટેસ્ટ મોટો મોકો સાબિત થશે.

ઉપરાંત ધોનીની કૅપ્ટન્સીનાં પણ ગિલ્ક્રિસ્ટે વખાણ કર્યા હતાં. આ બાબતે ગિલ્ક્રિસ્ટનું કહેવું હતું કે ‘ધોની ખૂબ જ સારો કૅપ્ટન છે અને બધા પર તેનો પ્રભાવ પડે છે તેમ જ ધોની શાંતિ અને સંયમ સાથે કામ પાર પાડે છે એટલું જ નહીં; ધોનીને ક્યારેક જ મેદાન પર ગુસ્સામાં જોયો છે. ધોનીની આગેવાની હેઠળ જ ભારતે ૨૦૦૭માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ભારત ૨૦૦૯-૨૦૧૧ના ડિસેમ્બર સુધી ટેસ્ટ-રૅન્કિંગમાં પહેલા સ્થાને રહ્યું હતું અને ૨૦૧૧માં પણ વર્લ્ડ કપ જીત્યો હતો.