INDvSA : વિરાટ કોહલીએ બેવડી સદીની સાથે બનાવી રેકોર્ડની હારમાળા

12 October, 2019 01:06 PM IST  |  Pune | Adhirajsinh Jadeja

INDvSA : વિરાટ કોહલીએ બેવડી સદીની સાથે બનાવી રેકોર્ડની હારમાળા

વિરાટ કોહલીએ પુનેમાં સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં ફટકારી બેવડી સદી (PC : BCCI)

Pune : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પુનેમાં ચાલી રહેલ સીરિઝની બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ અત્યારે મજબુત સ્થીતીમાં છે. ટીમ ઇન્ડિયાના રન મશિન કહેવાતા સુકાની વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન કરતા ક્રિકેટ વિશ્વમાં તહેલકો મચાવી દીધો છે. સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં બીજા દિવસે કોહલીએ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં સાતમી બેવડી સદી ફટકારીને ઇતિહાસ રચી દીધો હતો. આમ ટેસ્ટમાં સાત બેવડી સદી ફટકારનાર વિરાટ કોહલી ભારતીય ટીમનો પહેલો ક્રિકેટર બની ગયો છે. મેચમાં બીજા દિવસે ભારતે 5 વિકેટના ભોગે 601 રને દાવ ડીક્લેર કર્યો હતો. જેમાં ગુજ્જુ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનું પણ મહત્વનું યોગદાન રહ્યું હતું. જાડેજા નર્વસ નાઇનટીનો શિકાર બન્યો હતો અને તે 91 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો. વિરાટ કોહલી 254 રને અણનમ રહ્યો હતો.


વિકાટ કોહલી ટેસ્ટ કારકિર્દીમાં ફટકારી સાતમી બેવડી સદી
ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલીએ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં સાતમી બેવડી સદી ફટકારી છે. મહત્વનું તો એ છે કે આ તમામ સાત બેવડી સદી કોહલીએ સુકાની તરીકે ફટકારી છે. કેપ્ટન તરીકે વિકાટ કોહલી સૌથી વધુ બેવડી સદી ફટકારનાર બેટ્સમેનની લિસ્ટમાં ટૉપ પર છે. આ લિસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ બ્રાયન લારા 5 બેવડી સદી સાથે બીજા ક્રમે છે.




સુકાની તરીકે ટેસ્ટમાં સૌથી વધુ બેવડી સદી ફટકારનાર ખેલાડીઓ

ખેલાડી               બેવડી સદી

વિરાટ કોહલી        7
બ્રાયન લારા          5
સર ડૉન બ્રેડમેન     4
ગ્રીમ સ્મિથ           4
માઇકલ ક્લાર્ક        4



વિકાટ કોહલી
7 બેવડી સદી ફટકારનાર પહેલો ભારતીય બેટ્સમેન
કોહલીએ ટેસ્ટમાં 7મી વાર બેવડી સદી ફટકારી છે. તે ભારત તરફથી સૌથી વધુ બેવડી સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. ઓલટાઈમ લિસ્ટમાં તે ચોથા સ્થાને છે. ડોન બ્રેડમેન 12 બેવડી સાથે પ્રથમ, કુમાર સંગાકારા 11 સાથે બીજા અને બ્રાયન લારા 9 સાથે ત્રીજા સ્થાને છે. અગાઉ ભારત માટે સચિન તેંડુલકર અને સહેવાગે 6-6 બેવડી સદી મારી હતી. તે બંને સિવાય જાવેદ મિયાંદાદ, યુનુસ ખાન, માર્વન અટ્ટાપટ્ટુ અને રિકી પોન્ટિંગે પણ 6-6 બેવડી સદી મારી હતી. તે સાથે જ કોહલી કુમાર સંગાકારા અને યુનુસ ખાન સહિત સૌથી વધુ 6 દેશ સામે બેવડી સદી ફટકારનાર બેટ્સમેન બન્યો છે.

આ પણ જુઓ : વિરાટ કોહલીઃ એક પ્રેમાળ પુત્ર, વ્હાલો ભાઈ અને છે આઈડિયલ પતિ

સાઉથ આફ્રિકા સામે ટેસ્ટમાં સૌથી ઝડપી 1 હજાર રન કરનાર ભારતીયો:


વિરાટ કોહલી     19 ઇનીંગ્સ

વીરેન્દ્ર સહેવાગ   20 ઇનીંગ્સ

સચિન તેંડુલકર    29 ઇનીંગ્સ

cricket news virat kohli team india south africa board of control for cricket in india