વિરાટ કોહલીની ટીમ પહેલી વાર E1 મોટરબોટ રેસ જીતી

22 July, 2025 12:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલી વાર ટાઇટલ જીતનાર કોહલીની આ ટીમ દુનિયાની પહેલી ઇલેક્ટ્રિક ઇન્ટરનૅશનલ ઑફશૉર (સમુદ્રતટ) પાવરબોટ રેસિંગ સિરીઝ જીતી છે

વિરાટ કોહલીની ટીમ બ્લુ રાઇઝિંગે હાલમાં યુરોપના મોનાકોમાં E1 મોટરબોટ રેસ ચૅમ્પિયનશિપ જીત હતી.

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની ટીમ બ્લુ રાઇઝિંગે હાલમાં યુરોપના મોનાકોમાં E1 મોટરબોટ રેસ ચૅમ્પિયનશિપ જીત હતી. પહેલી વાર ટાઇટલ જીતનાર કોહલીની આ ટીમ દુનિયાની પહેલી ઇલેક્ટ્રિક ઇન્ટરનૅશનલ ઑફશૉર (સમુદ્રતટ) પાવરબોટ રેસિંગ સિરીઝ જીતી છે. આ રેસમાં મહાન બાસ્કેટબૉલ પ્લેયર લેબ્રોન જેમ્સ અને ભૂતપૂર્વ ટેનિસ સ્ટાર રાફેલ નડાલની ટીમે પણ ભાગ લીધો હતો. વિરાટ કોહલી હાલમાં ક્રિકેટનાં ત્રણેય ફૉર્મેટમાં ૯૦૦ રેટિંગ પૉઇન્ટ મેળવનાર પહેલો બૅટર બન્યો હતો.

virat kohli cricket news indian cricket team sports news sports