05 July, 2024 01:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલી
ભારતીય ટીમ લગભગ એક મહિના બાદ સ્વદેશ પરત ફરી હતી. આટલા લાંબા સમય સુધી ફૅમિલીથી દૂર રહ્યા બાદ ભારતીય ખેલાડીઓ ભાવુક થઈ ગયા હતા. તસવીરોમાં જોઈ શકાય છે કે વિરાટ કોહલીની ફૅમિલી ITC મૌર્યમાં સ્વાગત માટે પહોંચી હતી. આ દરમ્યાન કોહલી તેમને જોઈને ભાવુક થઈ ગયો હતો. કિંગ કોહલીએ તેમનાં ભત્રીજા અને ભત્રીજીને મેડલ પહેરાવ્યો હતો. એની તસવીરો તેની બહેન ભાવના કોહલી ઢીંગરાએ સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી. તસવીરોમાં વિરાટ કોહલી તેના ભાઈ વિકાસ કોહલી સહિત તેના જીજા અને ભત્રીજા-ભત્રીજી સાથે જોવા મળ્યો. જણાવી દઈએ કે વિરાટ કોહલીનો જન્મ દિલ્હીમાં થયો હતો.