ગેમ માટે કોહલી અને સ્મિથનો અપ્રોચ અલગ-અલગ છે : રહાણે

07 May, 2020 05:48 PM IST  |  New Delhi | Agencies

ગેમ માટે કોહલી અને સ્મિથનો અપ્રોચ અલગ-અલગ છે : રહાણે

અજિંક્ય રહાણે

અજિંક્ય રહાણેનું કહેવું છે કે વિરાટ કોહલી અને સ્ટીવન સ્મિથનો ગેમ માટેનો અપ્રોચ અલગ-અલગ છે. આઇસીસીના ટેસ્ટ રૅન્કિંગમાં સ્મીથ પહેલા ક્રમે અને કોહલી બીજા ક્રમે છે. આ બન્ને પ્લેયર સાથે રહાણે રમી ચૂક્યો છે. તેમના વિશે વાત કરતાં રહાણેએ કહ્યું કે ‘તે બન્ને સારા પ્લેયર છે. બન્નેની ગેમ રમવાની સ્ટાઇલ અને અપ્રોચ પણ અલગ છે. ફાસ્ટ બોલિંગ અને સ્પિન બોલિંગ સામે પણ તેઓ સારું રમે છે. રાજસ્થાન રૉયલ્સમાં સ્મિથ સાથે રમવું ઘણું ગમે છે, જ્યારે વિરાટ સાથે બૅટિંગ કરવામાં મજા આવે છે. વિરાટ અને હું એકબીજાની કંપની એન્જૉય કરીએ છીએ. અમે બન્ને એકબીજા સાથે વાતો કરવા ઉપરાંત એકબીજા પર ભરોસો પણ કરીએ છીએ.’

cricket news ajinkya rahane virat kohli steve smith sports news