વિરાટ કોહલીની ગેરહાજરીમાં આ ત્રણ ખેલાડીઓ પાસે છે તક- હરભજન સિંહ

19 November, 2020 06:25 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

વિરાટ કોહલીની ગેરહાજરીમાં આ ત્રણ ખેલાડીઓ પાસે છે તક- હરભજન સિંહ

વિરાટ કોહલીની ગેરહાજરીમાં આ ત્રણ ખેલાડીઓ પાસે છે તક- હરભજન સિંહ

ભારતીય ટીમ (Indian Team)ની ઑસ્ટ્રેલિયન જમીન પર આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ICC World Test Championship) હેઠળ 4 મેચની ટેસ્ટ સીરીઝ (Test Series) રમાવાની છે, પણ આ સીરીઝના પહેલા મેચ પછી ભારતીય ટીમના કૅપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) સ્વદેશ પાછો આવશે. એવામાં ભારતીય ટીમ ચિંતિત છે, પણ ભારતીય દિગ્ગજ બૉલર હરભજન સિંહે કહ્યું છે કે વિરાટ કોહલીની ગેરહાજરીમાં કયા ખેલાડી દાવેદાર હશે.

વિરાટ કોહલીની ખાસ વાત એ છે કે તે મેદાન પર જે ઉર્જા લાવે છે તે અજોડ છે અને વિકેટ પડ્યા પછી તેનો આનંદ ઉજવવો આનું એક નાનકડું ઉદાહરણ છે. એવામાં જ્યારે અન્ય ત્રણ મેચમાં વિરાટ કોહલી હાજર નહીં હોય તો ભારતીય ટીમને આગળ લઈ જવા માટેની જવાબદારી કેએલ રાહુલ અને ચેતેશ્વર પુજારા પર હશે. આ વાત હરભજન સિંહે કહી છે. 32 વર્ષીય વિરાટ કોહલી પોતાના પહેલા બાળકના જન્મ દરમિયાન પત્ની અનુષ્કા સાથે રહેવા માગે છે.

ભારતના ઑફ સ્પિનર હરભજન ઇચ્છે છે કે ટીમ વિરાટ કોહલીની ગેરહાજરી ભારતીય ખેલાડીઓ એક અવસરની જેમ જુએ. હરભજને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે કેએલ રાહુલ જેવા બેટ્સમેને, જે ભારતીય ટેસ્ટ ટીમમાં કમબૅક કરી રહ્યો છે, પોતાના કૅપ્ટનની ગેરહાજરીને અવસરની જેમ જોવું જોઇએ. હરભજને આગળ કહ્યું કે કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા અને રોહિત શર્મા જેવા ખેલાડીઓ પાસે પોતાની ક્ષમતા બતાવવા અને પોતાના સ્થાનને સુરક્ષિત કરવાની ગોલ્ડન ઓપરચ્યુનિટી હશે.

હરભજન સિંહે એ પણ કહ્યું કે ઑસ્ટ્રેલિયામાં રોહિત શર્માનું ટેસ્ટ મેચમાં ઓપનિંગ કરવું પોતાનામાં જ એક મોટી વાત છે. તેમણે કહ્યું કે, "વિરાટ કોહલી પહેલી ટેસ્ટ પછી પાછો આવી રહ્યો છે, પણ તેણે કેએલ રાહુલ દેવા કોઇક માટે અવસરની બારી ખુલ્લી રાખી છે, જે ટેસ્ટ ટીમમાં પાછો આવી રહ્યો છે. વિરાટ કોહલી એક મોટો ખેલાડી છે અને જ્યારે પણ તેણે ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો છે, તેણે રન્સ બનાવ્યા છે."

sports news sports cricket news australia virat kohli cheteshwar pujara harbhajan singh rohit sharma kl rahul