કોહલીએ જીતવાની આશા છોડી ને આંખો મીંચી દીધી પરંતુ...

07 October, 2011 07:55 PM IST  | 

કોહલીએ જીતવાની આશા છોડી ને આંખો મીંચી દીધી પરંતુ...

 

 

 

કોહલીએ કહ્યું કે અરુણ કાર્તિકે સિક્સર ફટકારતાં જ પ્રેક્ષકોની બૂમો સંભળાઈ અને હું મેદાન પર દોડી ગયો

જોકે પાંચમા બૉલમાં જ્યારે બાયનો એક જ રન મળ્યો અને છેલ્લા બૉલમાં ૬ રન કરવાના આવ્યા ત્યારે મેં બધી આશા છોડીને આંખ જ મીંચી દીધી હતી. કોચે મને કહ્યું કે હવે હાર નિશ્ચિત લાગે છે એટલે એને સ્વીકારી જ લેવી પડશે.’

જોકે છઠ્ઠા બૉલમાં વિકેટકીપર અને બૅટ્સમૅન અરુણ કાર્તિકે જાવેદ મિયાંદાદનું રૂપ ધારણ કરીને જાદુઈ સિક્સર ફટકારી દીધી હતી અને બૅન્ગલોરની યાદગાર જીત થઈ હતી. કોહલીએ પત્રકારોને એવું પણ કહ્યું હતું કે ‘અમારા તો હજીયે માનવામાં નથી આવતું કે અમે જીતી ગયા. અમે ક્વૉર્ટર ફાઇનલ જેવી આ મૅચ શાનથી જીતી લીધી. મેં T૨૦ની આટલી એક્સાઇટિંગ મૅચ અગાઉ ક્યારેય નહોતી જોઈ.’

રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરે આ જીત સાથે ઑર એક સિદ્ધિ મેળવી હતી. આ પહેલાં ચૅમ્પિયન્સ લીગમાં ક્યારેય કોઈ આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ) ટીમ સામે ઑસ્ટ્રેલિયન T૨૦ ટીમ પરાજિત નહોતી થઈ, પરંતુ બુધવારે એ કામ રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરે કરી બતાવ્યું હતું.

૭૪ની ભાગીદારીમાં ૬૧ કોહલીનાબુધવારની મૅચમાં બે સિક્સર અને નવ ફોર સાથે ૭૪ રન કરનાર તિલકરત્ને દિલશાન તથા છ સિક્સર અને ચાર ફોર સાથે ૭૦ રન કરનાર મૅન ઑફ ધ મૅચ કોહલી વચ્ચે ૭૧ રનની ભાગીદારી થઈ હતી, જેમાંથી ૬૧ રન એકલા કોહલીના હતા.

૨૧૪ રનમાં માત્ર પાંચ સિક્સર માનવામાં ન આવે એવી એક વાત એ છે કે ઓવરદીઠ ૧૧.૦૦ની ઍવરેજે સાઉથ ઑસ્ટ્રેલિયાએ જે ૨૧૪ રન બનાવ્યા હતા એમાં માત્ર પાંચ સિકસર હતી. ઓપનર ડેનિયલ હૅરિસના અણનમ ૧૦૮ રનમાં ૧૭ ફોર હતી, પણ સિક્સર ફક્ત બે હતી. બીજી નવાઈની વાત એ છે કે આ ટીમની પહેલી સિકસર છેક ૧૬મી ઓવરમાં જોવા મળી હતી.

સિક્સર સ્પેશ્યલિસ્ટ અરુણ કાર્તિકે શ્રીલંકામાં કરીઅર શરૂ કરેલી

બુધવારે બૅન્ગલોરમાં સાઉથ ઑસ્ટ્રેલિયા રેડબૅક્સ સામેની કરો યા મરો જેવી મૅચના છેલ્લા બૉલમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરે જીતવા ૬ રન કરવાના હતા ત્યારે સિક્સર ફટકારીને બૅન્ગલોરને સેમી ફાઇનલમાં પહોંચાડનાર તામિલનાડુના પચીસ વર્ષના વિકેટકીપર-બૅટ્સમૅન અરુણ કાર્તિકે ૨૦૦૮ની સાલમાં કરીઅર શ્રીલંકામાં શરૂ કરી હતી. ત્યાં તે એક સ્પોર્ટ્સ ક્લબ વતી આખી સીઝન રમ્યો હતો, જેમાં તેણે રમેલી ૯ વન-ડે ફસ્ર્ટ ક્લાસ મૅચોમાં એ ક્લબ વતી સૌથી વધુ ૨૧૩ રન કર્યા હતા.

ત્યાર પછી તે શ્રીલંકાથી તામિલનાડુ પાછો આવ્યો હતો અને એ રાજ્ય વતી રણજી મૅચોમાં ટૉપ-ઑર્ડર બૅટ્સમૅન બની ગયો હતો. ૨૦૦૯-’૧૦ની રણજી સીઝનમાં તેણે ૫૩.૧૯ની બૅટિંગઍવરેજે ૫૭૩ રન કર્યા હતા.