હઝારે ટ્રોફીમાં સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર વચ્ચે આવતી કાલે ફાઇનલ

01 December, 2022 12:23 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ફાઇનલ આવતી કાલે અમદાવાદમાં રમાશે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

વિજય હઝારે ટ્રોફી વન-ડે ટુર્નામેન્ટમાં ગઈ કાલે કર્ણાટક (૪૯.૧ ઓવરમાં ૧૭૧ રન)ને સૌરાષ્ટ્ર (૩૬.૨ ઓવરમાં ૧૭૨/૫)એ સેમી ફાઇનલમાં પાંચ વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સૌરાષ્ટ્રએ આ વિજય ખાસ કરીને જયદેવ ઉનડકટની ચાર અને પ્રેરક માંકડની બે વિકેટ ઉપરાંત જય ગોહિલના ૬૧ રનની મદદથી મેળવ્યો હતો. અમદાવાદમાં જ બીજી રોમાંચક સેમીમાં મહારાષ્ટ્ર (૫૦ ઓવરમાં ૩૫૦/૭)એ આસામને ૫૦ ઓવરમાં ૩૩૮/૮)ને ૧૨ રનથી હરાવીને ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. મહારાષ્ટ્રની આ જીત ખાસ કરીને ઓપનર ઋતુરાજ ગાયકવાડ (૧૬૮ રન, ૧૨૬ બૉલ, છ સિક્સર, અઢાર ફોર) અને અંકિત બાવણે (૧૧૦ રન, ૮૯ બૉલ, બે સિક્સર, દસ ફોર)ની સદીને આભારી હતી. ફાઇનલ આવતી કાલે અમદાવાદમાં જ રમાશે.

sports news sports cricket news vijay hazare trophy