ઓછી આવક ધરાવતા બીસીબીના સ્ટાફ માટે આગળ આવ્યો વિટોરી

01 June, 2020 04:36 PM IST  |  Mumbai Desk | Agencies

ઓછી આવક ધરાવતા બીસીબીના સ્ટાફ માટે આગળ આવ્યો વિટોરી

વિટોરી

ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન અને હાલના બંગલા દેશ ક્રિકેટ ટીમના સ્પિન બોલિંગ કોચ ડેનિયલ વિટોરીએ બંગલા દેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)ના ઓછી આવક ધરાવતા સ્ટાફ માટે પોતાના પગારનો એક હિસ્સો દાન કરવાની જાણ કરી છે. જુલાઈ ૨૦૧૯થી બંગલા દેશ ક્રિકેટ ટીમ સાથે વિટોરી જોડાયેલો છે.

બીસીબીના સીઈઓ નિઝામુદ્દીન ચૌધરીએ જણાવ્યું કે વિટોરીએ કહ્યું છે કે હું બંગલા દેશ ક્રિકેટ બોર્ડના ઓછી આવક ધરાવતા સ્ટાફ માટે મારા પગારનો કેટલોક હિસ્સો દાન કરવા માગું છું. આ વાતની સત્તાવાર જાણકારી તેણે અમને આપી છે.’
જોકે ડૅનિયલ વિટોરી કેટલા રૂપિયાનું દાન કરશે એ આંકડો જાહેર કરવામાં નથી આવ્યો. કોરોના વાઇરસ સામે લડવા બીસીબીએ પોતે ૩.૬૧ કરોડ ટાકાનું ડોનેશન આપ્યું છે.

cricket news sports sports news daniel vettori