જાણિતા ક્રિકેટ કોમેન્ટેટર અને પત્રકાર કિશોર ભિમાણીનું નિધન

15 October, 2020 03:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જાણિતા ક્રિકેટ કોમેન્ટેટર અને પત્રકાર કિશોર ભિમાણીનું નિધન

કિશોર ભિમાણી

પૂર્વ ક્રિકેટ કોમેનટેટર અને અનુભવી પત્રકાર કિશોર ભિમાણીએ ગુરુવારે છેલ્લા શ્વાસ લીધા હતા. તેમણે ક્રિકેટ અને મીડિયાને જે આપ્યું છે તેની પ્રશંસા કરતા આ ક્ષેત્રના દરેક લોકોએ તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા શ્રદ્ધાંજલી આપી હતી.

બહુ ઓછા લોકોને ખબર હશે કે તેઓ મહાભારત સિરિયલના 'સમય' એવા હરીષ ભિમાણીના મોટા ભાઈ અને જાણીતા કોમેન્ટેટર ગૌતમ ભિમાણીના પિતા હતા. ભિમાણી પરિવાર મૂળ કચ્છનો છે અને માંડવીમાં તેમના નામે વર્ષોથી 'ભિમાણી કિલોક ટાવર' પણ છે.

મીડિયા અને કોમેન્ટ્રીમાં દશકો સુધી ફાળવો આપવા બદલ ભિમાણીને વર્ષ 2013માં ભારતના ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અને વર્તમાન હેડ કોચ રવિ શાસ્ત્રીના હસ્તે લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

તે વખતે રવિ શાસ્ત્રીએ ભિમાણી કેવા પ્રકારના વ્યક્તિ છે એ સમજાવતા કહ્યું કે, મને યાદ છે તે કેવી ત્વરિત કમેન્ટ આપતા હતા. ઈડન ગાર્ડનમાં એક ટેસ્ટ મેચમાં હુ ખોટો શોટ રમ્યો હતો તેથી તેમણે મારી ટીકા કરી હતી અને એ જ દિવસે સાંજે તેમના ઘરે અમે ડ્રીન્ક કરી રહ્યા હતા.

<

‘વોઈસ ઓફ ક્રિકેટ’ કહેવાતા કિશોર ભિમાણી આ દુનિયામાં નહીં રહેતા પૂર્વ ક્રિકેટર ભીશન સિંહ ભેદીએ પણ ટ્વીટ કર્યું હતું. 

ઉપરાંત અન્ય અગ્રણી લોકોએ પણ ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલી આપી હતી.

 

cricket news sports news