રણજી ટ્રોફીની આજથી શરૂ થતી સીઝનમાં વસીમ જાફર બનાવી શકે છે નવા રેકૉર્ડ્સ

09 December, 2019 09:56 AM IST  |  New Delhi

રણજી ટ્રોફીની આજથી શરૂ થતી સીઝનમાં વસીમ જાફર બનાવી શકે છે નવા રેકૉર્ડ્સ

વસીમ જાફર

ભારત માટે ૩૧ ટેસ્ટ અને બે વન-ડે રમી ચૂકેલા ડોમેસ્ટિક ક્રિકેટ પ્લેયર વસીમ જાફર પાસે આજથી શરૂ થઈ રહેલી રણજી ટ્રોફીની ૨૦૧૯-’૨૦ સીઝનમાં અનેક નવા રેકૉર્ડ પોતાના નામે કરવાની તક છે.
આ સીઝનની પહેલી મૅચ જાફરના કરીયરની ૧૫૦મી રણજી મૅચ હશે. આ ૧૫૦મી મૅચ રમતાં તે રણજી ટ્રોફીમાં સૌથી વધારે મૅચ રમનાર પ્લેયર બનશે. આ ઉપરાંત ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કુલ ૨૦,૦૦૦ રનનો આંકડો પાર કરવા માટે જાફરને હજી ૮૫૪ રનની જરૂર છે. સામા પક્ષે જો જાફર આ ટુર્નામેન્ટમાં ત્રણ કૅચ પકડે તો તેના દ્વારા પકડાયેલા કુલ કૅચની સંખ્યા ૨૦૦ થઈ જશે અને આ કીર્તિમાન રચનારો તે પહેલો ક્રિકેટર બનશે.
વસીમ જાફરે ભારત માટે ૩૧ ટેસ્ટ મૅચની ૫૮ ઇનિંગમાં કુલ ૧૯૪૪ રન બનાવ્યા છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં જાફરે ૫૭ સેન્ચુરી ફટકારી છે.

ranji trophy sports news cricket news