05 August, 2026 06:54 PM IST | Varanasi | Gujarati Mid-day Correspondent
વારાણસીમાં શિવ-થીમ આધારિત સ્ટેડિયમમાં ડમરુ આકાર લઈ રહ્યું છે
ઉત્તર પ્રદેશના વારાણસીથી શિવ-થીમ આધારિત ક્રિકેટ-સ્ટેડિયમનાં નવાં દૃશ્યો સામે આવ્યાં છે. ત્રિશૂલથી પ્રેરિત ફ્લડલાઇટ્સ ઇન્સ્ટૉલ થઈ ગયા બાદ ભગવાન શિવનું ડમરુ આકાર લઈ રહ્યું છે. આ ડમરુ સ્ટાઇલના બાંધકામમાં મીડિયા સેન્ટર અને VIP બૉક્સ બનશે.
૩૦ હજારની ક્ષમતાવાળા આ સ્ટેડિયમમાં દર્શકોની સીટ અને અર્ધચંદ્રાકાર છતનું નિર્માણ પણ થયું છે. ઉત્તર પ્રદેશ ક્રિકેટ અસોસિએશન (UPCA) અનુસાર વારાણસીમાં આ સ્ટેડિયમનું ૯૨ ટકા બાંધકામ પૂર્ણ થઈ ગયું છે અને એ સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.