જેનું નામ સ્પર્ધકોના લિસ્ટમાં હતું જ નહીં તે જીતી ગઈ સિલ્વર મેડલ

09 August, 2012 06:22 AM IST  | 

જેનું નામ સ્પર્ધકોના લિસ્ટમાં હતું જ નહીં તે જીતી ગઈ સિલ્વર મેડલ

 

જોકે નવાઈની વાત એ છે કે પોતાના જ દેશના ઑલિમ્પિક અસોસિએશનના બ્લન્ડરને લીધે કદાચ તે સ્પર્ધામાં ભાગ ન લઈ શકી હોત. વૅલેરી ૨૦૦૮ની ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતી હતી. તે વલ્ર્ડ ચૅમ્પિયન છે અને આ વખતે પણ તે સુવર્ણચંદ્રક માટે ફેવરિટ ગણાતી હતી.


સોમવારે ક્વૉલિફિકેશન રાઉન્ડ પહેલાં દરેક દેશે પોતાના ઍથ્લીટનાં નામો આયોજકોને આપવાનાં હતાં, પરંતુ કિવીઓના અસોસિએશને આપેલા લિસ્ટમાં વૅલેરીનું નામ જ નહોતું. આ ભૂલ કોની હતી એ જાહેર નહોતું કરવામાં આવ્યું, પરંતુ કિવીઓએ ભૂલ સમજાતાં મોડેથી વૅલેરીનું નામ મોકલ્યું હતું. જો ઑલિમ્પિક્સના આયોજકોએ નામ ન  સ્વીકાર્યું હોત તો ન્યુ ઝીલૅન્ડ શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયું હોત અને એણે એક મેડલથી પણ હાથ ધોવો પડ્યો હોત.


કિવી અધિકારીઓએ આ બાબતને ગંભીરતાપૂર્વક લઈને કોણે ભૂલ કરી હતી એની તપાસ શરૂ કરી છે. ઑલિમ્પિક અસોસિએશનના અધ્યક્ષ ડેવ કરીએ આ બાબતે કહ્યું હતું કે અમે બધા જ ખેલાડીઓને ફૉર્મ મોકલ્યાં હતાં, પણ વૅલેરીના નામ સામેના બૉક્સમાં ટિક માર્ક કરવાનું રહી ગયું હતું.