IPL 2025ના ઑક્શનમાં ૧૦ કરોડ રૂપિયા રાજસ્થાને વૈભવ સૂર્યવંશી માટે રાખ્યા હતા

30 March, 2026 04:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રના તાલેગાવમાં ટ્રાયલ-સેશનમાં જ આ નિર્ણય થઈ ગયો હતો. એ સમયે ૧૩ વર્ષના વૈભવ સૂર્યવંશીએ ૧૫૭-૧૫૮ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવતા બૉલ પર સિક્સર મારી હતી. એ ટ્રાયલ-સેશનમાં તેણે પોતાની ઉંમર કરતાં વધુ સંયમ દર્શાવ્યો હતો.

IPL 2025ના ઑક્શનમાં ૧૦ કરોડ રૂપિયા રાજસ્થાને વૈભવ સૂર્યવંશી માટે રાખ્યા હતા

બિહારનો વન્ડર-બૉય વૈભવ સૂર્યવંશી પોતાની બીજી IPL સીઝનની શરૂઆત કરવા જઈ રહ્યો છે. એના પહેલાં IPL કૉન્ટ્રૅક્ટ વિશે રસપ્રદ વાત વાઇરલ થઈ છે. મુંબઈકર અને રાજસ્થાન રૉયલ્સના ક્રિકેટ ડિરેક્ટર ઝુબીન ભરૂચાએ ખુલાસો કર્યો છે કે IPL 2025ના ઑક્શનમાં વૈભવ સૂર્યવંશી માટે ૧૦ કરોડ રૂપિયા અલગ રાખ્યા હતા. જોકે એ ૧.૧૦ કરોડ રૂપિયામાં સરળતાથી રાજસ્થાનને મળી ગયો હતો. 
મહારાષ્ટ્રના તાલેગાવમાં ટ્રાયલ-સેશનમાં જ આ નિર્ણય થઈ ગયો હતો. એ સમયે ૧૩ વર્ષના વૈભવ સૂર્યવંશીએ ૧૫૭-૧૫૮ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવતા બૉલ પર સિક્સર મારી હતી. એ ટ્રાયલ-સેશનમાં તેણે પોતાની ઉંમર કરતાં વધુ સંયમ દર્શાવ્યો હતો. ત્યારથી રાજસ્થાન રૉયલ્સે આ દુર્લભ પ્રતિભામાં ૧૦ કરોડ રૂપિયા ખર્ચવાનું નક્કી કરી લીધું હતું. 
IPL 2025માં વૈભવ સૂર્યવંશીએ ૭ ઇનિંગ્સમાં ૨૫૨ રન બનાવ્યા હતા. ૨૦૬.૫૫ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને તેણે ૧૮ ફોર અને ૨૪ સિક્સ ફટકારી હતી. IPL ડેબ્યુના પહેલા બૉલ પર સિક્સ અને ફફ્ત ૧૪ વર્ષની ઉંમરે રેકૉર્ડબ્રેક સદી ફટકારીને તેણે ક્રિકેટજગતનું ધ્યાન ખેંચ્યું હતું. આ વખતે વૈભવને આખી IPL સીઝનમાં રમવાની તક મળશે.

vaibhav sooryavanshi cricket news sports news IPL 2026 indian premier league sports rajasthan royals maharashtra