વૈભવ સૂર્યવંશીને રાજભોગ મીઠાઈથી મળી ૧૫ બૉલમાં ફિફ્ટી ફટકારવાની શક્તિ

01 April, 2026 10:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મૅચ જીત્યા બાદ તેણે બ્રૉડકાસ્ટિંગ ટીમના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘૨૭ માર્ચે મારી વર્ષગાંઠના દિવસે હું જલદી સૂઈ ગયો હતો. મને ટીમના સાથીઓ ચહેરા પર કેક લગાવે એ ગમતું નથી એટલે એનાથી બચવા માટે હું જલદી સૂઈ ગયો હતો.’

અમે વૈભવ સૂર્યવંશીને સંપૂર્ણ સમર્થન આપવાના છીએ. અમે તેને વિશ્વાસ અપાવ્યો છે કે તે અમારા માટે સીઝનની તમામ ૧૪ મૅચમાં રમશે જ. - રાજસ્થાન રૉયલ્સનો કૅપ્ટન રિયાન પરાગ

રાજસ્થાન રૉયલ્સના ૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીએ સોમવારે ચેન્નઈ સુપર કિંગ્સ સામે ૧૫  બૉલમાં ફિફ્ટી ફટકારીને ટીમને ૧૨.૧ ઓવરમાં તેમની ફાસ્ટેસ્ટ જીત અપાવી હતી. ૧૭  બૉલમાં બાવન રનની ઇનિંગ્સ રમ્યા બાદ આ ડાબોડી બૅટરે કેટલાક રસપ્રદ ખુલાસા કર્યા હતા. 

રાજસ્થાનની ટીમ-બસમાંથી એક વિડિયો વાઇરલ થયો હતો જેમાં વૈભવ પોતાની ૧૫ બૉલની ફિફ્ટી માટે રાજભોગ મીઠાઈને શ્રેય આપતો જોવા મળ્યો હતો. તે ચેન્નઈ સામેની મૅચ પહેલાં રાજભોગ મીઠાઈ ખાઈને મેદાન પર આવ્યો હતો. 

મૅચ જીત્યા બાદ તેણે બ્રૉડકાસ્ટિંગ ટીમના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘૨૭ માર્ચે મારી વર્ષગાંઠના દિવસે હું જલદી સૂઈ ગયો હતો. મને ટીમના સાથીઓ ચહેરા પર કેક લગાવે એ ગમતું નથી એટલે એનાથી બચવા માટે હું જલદી સૂઈ ગયો હતો.’ 

 અમે વૈભવ સૂર્યવંશીને સંપૂર્ણ સમર્થન આપવાના છીએ. અમે તેને વિશ્વાસ અપાવ્યો છે કે તે અમારા માટે સીઝનની તમામ ૧૪ મૅચમાં રમશે જ. 
- રાજસ્થાન રૉયલ્સનો કૅપ્ટન રિયાન પરાગ 

IPL 2026 indian premier league vaibhav sooryavanshi rajasthan royals chennai super kings cricket news sports news sports riyan parag