વાગડની T20માં આજે બે સેમી ફાઇનલિસ્ટ નક્કી થશે

13 December, 2012 05:37 AM IST  | 

વાગડની T20માં આજે બે સેમી ફાઇનલિસ્ટ નક્કી થશે



સાંતાક્રુઝ (ઈસ્ટ)ના ઇન્ડિયન ઍરલાઇન્સ ગ્રાઉન્ડમાં રમાતી આ ટુર્નામેન્ટમાં ગઈ કાલે બેમાંથી પ્રથમ મૅચ રસાકસીભરી બની હતી. બોરીવલી ચૅલેન્જર્સ સામેના એ મુકાબલામાં આકૃતિ-પાર્લેએ છેલ્લા બૉલમાં વિજય મેળવ્યો હતો. આકૃતિ-પાર્લેએ ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૦૯ રન બનાવ્યા બાદ બોરીવલી ચૅલેન્જર્સની ટીમ ખાસ કરીને કૅપ્ટન ભાવિન નિસર (૪૨ રન, ૩૬ બૉલ, ૪ ફોર)ની ઇનિંગ્સથી જીતની દિશામાં આગળ વધી રહી હતી. છેલ્લી ઓવરમાં આ ટીમે જીતવા માટે ૮ રન બનાવવાના હતા, પરંતુ એ ઓવરમાં નિસરની વિકેટ પડતાં બાજી બોરીવલી ચૅલેન્જર્સના હાથમાંથી સરી પડી હતી અને આ ટીમનો ચાર રનથી પરાજય થયો હતો.

કઈ ટીમ કેવી રીતે જીતી?

આકૃતિ-પાર્લે (૨૦ ઓવરમાં ૧૦૯/૯)નો બોરીવલી ચૅલેન્જર્સ (૨૦ ઓવરમાં ૧૦૫/૮) સામે ૪ રનથી વિજય.

મૅન ઑફ ધ મૅચ : બોરીવલી ચૅલેન્જર્સનો જિતેન્દ્ર ગાલા (બે વિકેટ, ત્રણ કૅચ અને ૧૦ રન)

વી. એસ. સી. કાલબાદેવી (૨૦ ઓવરમાં ૧૫૮/૬)ની ટીમ ઘાટકોપર (૨૦ ઓવરમાં ૧૦૧/૬) સામે ૫૭ રનથી જીત.

મૅન ઑફ ધ મૅચ : વી. એસ. સી. કાલબાદેવીનો કુણાલ ગડા (૪૧ બૉલમાં પાંચ ફોર સાથે ૪૮ રન અને એક કૅચ)