વાગડ T20માં આકૃતિ - પાર્લે ટીમે આ વર્ષનો હાઇએસ્ટ સ્કોર ચેઝ કરીને જીત મેળવી

11 December, 2012 08:06 AM IST  | 

વાગડ T20માં આકૃતિ - પાર્લે ટીમે આ વર્ષનો હાઇએસ્ટ સ્કોર ચેઝ કરીને જીત મેળવી


શુક્રવારે પહેલા દિવસે પ્રથમ બૅટિંગ કરનાર ટીમોનો વિજય થયો હતો, જ્યારે ગઈ કાલે સેકન્ડ બૅટિંગ કરનારી ટીમો વિજેતા થઈ હતી.

ગઈ કાલે પહેલી મૅચમાં આ વર્ષનો ચૅઝિંગનો નવો રેકૉર્ડ સર્જયો હતો અને વી. એસ. સી. કાલબાદેવી  સામે આકૃતિ-પાર્લે ટીમે આ વર્ષેનો હાઈએસ્ટ ૧૫૩ રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ કરીને ભવ્ય મેળવ્યો હતો. વી. એસ. સી. કાલબાદેવીએ પ્રથમ બૅટિંગ કરીને ત્રણ વિકેટે ૧૫૩ રનનો સ્કોર બનાવ્યો હતો, પણ આકૃતિ-પાર્લેએ છેલ્લી ઓવરના પહેલા બોલે પાંચ વિકેટે ૧૫૭ રન બનાવીને મૅચ પાંચ વિકેટે જીતી લીધી હતી.

પહેલી હાઈ-સ્કોરિંગ મૅચ પછી જોકે બીજી મૅચ લો-સ્કોરિંગ રહી હતી. બોરીવલી ચૅલેન્જર્સે આપેલા ૯૦ રનનો ટાર્ગેટ ટીમ ઘાટકોપરે ૧૯ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો.

કઈ ટીમ કેવી રીતે જીતી?


વી. એસ. સી. કાલબાદેવી (૨૦ ઓવરમાં ૧૫૩/૩) સામે આકૃતિ-પાર્લે (૧૯.૧ ઓવરમાં ૧૫૭/૪)નો પાંચ વિકેટથી વિજય.

મૅન ઑફ ધ મૅચ : વી. એસ. સી. કાલબાદેવીનો કુણાલ ગડા (અણનમ ૬૭ રન, બે વિકેટ)

બોરીવલી ચૅલેન્જર્સ (૨૦ ઓવરમાં ૮૯/૧૦) સામે ટીમ ઘાટકોપર (૧૯ ઓવરમાં ૯૦/૩)ની ૭ વિકેટથી જીત

મૅન ઑફ ધ મૅચ : ટીમ ઘાટકોપરનો મયૂર ગાલા (એક વિકેટ, એક કૅચ, અને ૨૬ રન)

સી. સી. = ક્રિકેટ ક્લબ, વી. એસ. સી. = વાગડ સ્પોર્ટ્સ ક્લબ