વાગડ T20માં આવિષ્કાર ફ્યુચર-અંધેરીને ૯૭ રનની પાર્ટનરશિપે શાનદાર જીત અપાવી

08 December, 2012 08:52 AM IST  | 

વાગડ T20માં આવિષ્કાર ફ્યુચર-અંધેરીને ૯૭ રનની પાર્ટનરશિપે શાનદાર જીત અપાવી



ચેઇન ગ્રુપ-થાણે સામે પ્રથમ બૅટિંગ કરનાર આવિષ્કાર ફ્યુચર-અંધેરીએ ૩૨ રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ આ ટીમને એના બૅટ્સમેનો ધવલ ગડા (બાવન નૉટઆઉટ, ૪૨ બૉલ, એક સિક્સર, એક ફોર) તથા હશુર્લ નંદુ (૪૬ રન, ૪૦ બૉલ, બે સિક્સર, બે ફોર) વચ્ચેની પાંચમી વિકેટ માટેની ૯૭ રનની ભાગીદારીએ ઉગારી લીધી હતી. ૨૦ ઓવરમાં આ ટીમના પાંચ વિકેટે ૧૨૯ રન થયા હતા અને ચેઇન ગ્રુપ-થાણેની ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૧૨ રન બનાવી શક્તાં ૧૭ રનથી હારી ગઈ હતી.

બીજી મૅચ સ્વસ્તિક સી. સી.-કાલિના અને ચર્ની રોડ સી. સી. વચ્ચે રમાઈ હતી અને એ પણ છેલ્લી ઓવર સુધી ચાલી હતી અને રોમાંચક થઈ હતી.

આ રાઉન્ડ માટેના બન્ને ગ્રુપમાં ચાર-ચાર ટીમનો સમાવેશ છે. દરેક ટીમ પોતાના ગ્રુપની ટીમ સામે એક-એક મૅચ રમશે અને બન્ને ગ્રુપની ટોચની બે-બે ટીમ સેમી ફાઇનલમાં પહોંચશે.

કઈ ટીમ કેવી રીતે જીતી?


આવિષ્કાર ફ્યુચર-અંધેરી (૨૦ ઓવરમાં ૧૨૯/૫)નો ચેઇન ગ્રુપ-થાણે (૨૦ ઓવરમાં ૧૧૨/૮) સામે ૧૭ રનથી વિજય.

મૅન ઑફ ધ મૅચ : આવિષ્કાર ફ્યુચર-અંધેરીનો હશુર્લ નંદુ (૪૬ રન, બે વિકેટ અને એક કૅચ)



સ્વસ્તિક સી. સી.-કાલિના (૨૦ ઓવરમાં ૧૪૪/૮)ની ચર્ની રોડ સી. સી. (૨૦ ઓવરમાં ૧૨૩/૯) સામે ૨૧ રનથી જીત.

મૅન ઑફ ધ મૅચ : સ્વસ્તિક સી. સી.-કાલિનાનો કૌશલ નિસર (૩૯ રન અને ૩ વિકેટ)

સી. સી. = ક્રિકેટ ક્લબ, વી. એસ. સી. = વાગડ સ્પોર્ટ્સ ક્લબ