વાગડવાસીઓની વ્૨૦માં શુક્રવારે સેકન્ડ ક્વૉલિફાઇંગ રાઉન્ડ શરૂ

05 December, 2012 06:42 AM IST  | 

વાગડવાસીઓની વ્૨૦માં શુક્રવારે સેકન્ડ ક્વૉલિફાઇંગ રાઉન્ડ શરૂ



સાંતાક્રુઝ (ઈસ્ટ)ના ઇન્ડિયન ઍરલાઇન્સ ગ્રાઉન્ડમાં શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા યોજવામાં આવેલી વ્૨૦ લીગ મૅચ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગઈ કાલે સેકન્ડ ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં પ્રવેશ મેળવવા માટેની ચાર ટીમો વચ્ચેની હરીફાઈમાં સ્વસ્તિક સી. સી.-કાલિના અને ચર્ની રોડ સી. સી.ને સફળતા મળી હતી. ટીમ ઘાટકોપર અને બોરીવલી ચૅલેન્જર્સ એ પહેલાં જ બીજા રાઉન્ડમાં પહોંચી ગઈ હતી.

શુક્રવારે શરૂ થઈ રહેલા સેકન્ડ ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં શરૂઆતથી ચાર ટીમોને સામેલ કરવામાં આવી હતી. આ ચાર ટીમો ગયા વર્ષની આ સ્પર્ધાની સેમી ફાઇનલિસ્ટો છે અને એમાં આવિષ્કાર-અંધેરી, ચેઇન ગ્રુપ-થાણે, આકૃતિ-પાર્લે તથા વી. એસ. સી. કાલબાદેવીનો સમાવેશ છે.

આ સાથે સેકન્ડ ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં કુલ આઠ ટીમ થઈ છે જેમને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ટીમ પોતાના ગ્રુપની ટીમ સામે એક-એક મૅચ રમશે અને ટોચની ચાર ટીમો સેમી ફાઇનલમાં પહોંચશે.

ગઈ કાલે કોની કેવી રીતે જીત?

ભરુડિયા સી. સી. (૧૭.૩ ઓવરમાં ૫૦/૧૦) સામે સ્વસ્તિક સી. સી.-કાલિના (પાંચ ઓવરમાં ૫૩/૧)નો ૯ વિકેટે વિજય

મૅન ઑફ ધ મૅચ : સ્વસ્તિક સી. સી.-કાલિનાનો મયૂર ગડા (૨૦ રનમાં બે વિકેટ અને ૧૪ બૉલમાં ૨૪ નૉટઆઉટ)

સ્ટ્રાઇકર્સ-મલાડ (૨૦ ઓવરમાં ૧૨૬/૭) સામે ચર્ની રોડ સી. સી. (૧૬.૨ ઓવરમાં ૧૨૮/૪)ની ૬ વિકેટે જીત

મૅન ઑફ ધ મૅચ : ચર્ની રોડ સી. સી.નો બિપિન સાવલા (૨૦ બૉલમાં ૧ સિક્સર અને ૭ ફોર સાથે ૪૩ રન અને એક કૅચ)

હવે કયા ગ્રુપમાં કઈ ટીમ?

ગ્રુપ ‘સી’ : આવિષ્કાર-અંધેરી, ચેઇન ગ્રુપ-થાણે, ચર્ની રોડ સી. સી. અને સ્વસ્તિક સી. સી.-કાલિના

ગ્રુપ ‘ડી’ : આકૃતિ-પાર્લે, વી. એસ. સી. કાલબાદેવી, બોરીવલી ચૅલેન્જર્સ અને ટીમ ઘાટકોપર

સી. સી. = ક્રિકેટ ક્લબ, વી. એસ. સી. = વાગડ સ્પોર્ટ્સ ક્લબ