ઉત્તરાખંડ ટેસ્ટમાં અફઘાનિસ્તાન ૧૨૦ રનથી આગળ

17 March, 2019 12:32 PM IST  | 

ઉત્તરાખંડ ટેસ્ટમાં અફઘાનિસ્તાન ૧૨૦ રનથી આગળ

તસવીર સૌજન્યઃ ધ આઈરિશ ટાઈમ્સ

રહેમત શાહના ૯૮, હશમતુલ્લાહ શાહિદીના ૬૧ અને કૅપ્ટન અસગર અફઘાનના ૬૭ રનની મદદથી અફઘાનિસ્તાને ઉત્તરાખંડ ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં ૩૧૪ રન બનાવ્યા હતા. રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બીજા દિવસના અંતે આયર્લેન્ડે બીજી ઇનિંગ્સમાં કૅપ્ટન વિલિયમ ર્પોટરફિલ્ડની વિકેટ ગુમાવીને ૨૨ રન બનાવ્યા હતા અને ઇનિંગ્સના પરાજયથી બચવા હજી ૧૨૦ રન બનાવવાના બાકી છે. ૫૭ વન-ડેમાં ૩ સેન્ચુરી ફટકારનાર રહેમતે ૨૧૪ બૉલમાં ૧૫ ફોરની મદદથી ૯૮ રન બનાવ્યા હતા. એક સમયે અફઘાનનો સ્કોર બે વિકેટે ૧૯૮ રન હતો. ત્યાર બાદ વિકેટોનું પતન થતાં સ્કોર ૨૮૦ રને ૮ વિકેટ થઈ ગયો હતો. સમગ્ર ટીમ ૧૦૬.૩ ઓવરમાં ૩૧૪ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.

પહેલા દિવસે આયર્લેન્ડે પહેલાં બૅટિંગ કરવાનું પસંદ કરીને ૧૭૨ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું જેમાં લંડનમાં જન્મેલા ટિમ મુર્ટાધે ૧૧મા ક્રમે ૭૫ બૉલમાં ચાર ફોર અને બે સિક્સરની મદદથી નૉટઆઉટ ૫૪ રન બનાવ્યા હતા. ઉત્તરાખંડમાં બન્ને ટીમ વચ્ચે પહેલી વખત ટેસ્ટ-મૅચ રમાઈ રહી છે.

cricket news sports news afghanistan ireland test cricket