30 August, 2025 11:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉસ્માન ખ્વાજા
ઑસ્ટ્રેલિયન ઓપનર ઉસ્માન ખ્વાજાએ રમતગમતના જુગાર સામે પોતાનો મજબૂત અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તે કહે છે કે ‘નાનાં બાળકોનો જુગાર સાથેનો સંબંધ ડરામણો અને ખતરનાક છે. આપણે યુવા પેઢી માટે જુગારને સામાન્ય બાબત બનાવી રહ્યા છીએ. ૧૬ વર્ષનાં બાળકો પાસે જુગાર રમવા માટે ઑનલાઇન ઍપ હોય છે અને તેઓ દાવ લગાવ્યા વિના કોઈ મૅચ જોઈ શકતા નથી.’
તે વધુમાં કહે છે કે ‘રમતગમતમાંથી જુગાર પર પ્રતિબંધ ખૂબ જ સરળ છે. સટ્ટાબાજીને વારંવાર રમત અને પ્લેયર્સ સાથે જોડવામાં આવી રહી છે જે દર્શાવે છે કે આપણે સટ્ટાબાજી વિના રમત જોઈ શકતા નથી. એનાથી ખોટો સંદેશ પહોંચી રહ્યો છે.’
અહેવાલ અનુસાર ભારતની જેમ ઑસ્ટ્રેલિયન સરકાર પણ ઑનલાઇન ગેમિંગ પ્રમોશન ઍન્ડ રેગ્યુલેશન ઍક્ટ પર વિચાર કરી રહી છે.