કૅચ પકડતા પહેલાં હું હાથ પર થોડી થૂંક લગાવતો હતો : ફૅફ ડુ પ્લેસી

24 May, 2020 01:52 PM IST  |  Mumbai | Agencies

કૅચ પકડતા પહેલાં હું હાથ પર થોડી થૂંક લગાવતો હતો : ફૅફ ડુ પ્લેસી

ફૅફ ડુ પ્લેસી

કોરોના વાઇરસ બાદ પ્લેયરોને બૉલ પર થૂંક લગાડવાની મનાઈ ફરવામાં આવી રહી છે એવામાં ફૅફ ડુ પ્લેસીનું કહેવું છે કે થૂંક વગર રમવું તેના માટે થોડું અઘરું છે કેમ કે તે બૉલ પકડતા પહેલાં હાથમાં થૂંક લે છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા બૉલ પર થૂક લગાવવા પર બૅન મૂકવામાં આવ્યો છે અને એનાથી પ્લેયર્સને ટેવાતા વાર લાગશે. આ વિશે વાત કરતાં ડુપ્લેસીએ કહ્યું કે ‘સ્લીપમાં બૉલ પકડતા પહેલાં મને મારી આંગળીઓમાં થૂંક રાખવાની આદત છે. તમે રિકી પૉન્ટિંગને જોશો તો તેના હાથમાં તમને હંમેશાં બૉલ પકડતા પહેલાં થૂંક જોવા મળશે.’

આ પહેલાં વિશ્વભરના અનેક પ્લેયરો બૉલ પર થૂંક લગાડવાના પ્રતિબંધ વિશે પોતાના મત આપી ચૂક્યા છે.

faf du plessis cricket news sports news