ન્યુ ઝીલૅન્ડના બોલરોના તરખાટથી ગૉલ ટેસ્ટ સમતોલ સ્થિતિમાં

16 August, 2019 09:14 AM IST  |  ગૉલ

ન્યુ ઝીલૅન્ડના બોલરોના તરખાટથી ગૉલ ટેસ્ટ સમતોલ સ્થિતિમાં

ન્યુ ઝીલૅન્ડના બોલરોના તરખાટથી ગૉલ ટેસ્ટ સમતોલ સ્થિતિમાં

મુંબઈમાં જન્મેલા ન્યુ ઝીલૅન્ડના ૩૦ વર્ષના બોલર એજાઝ પટેલે ૭૬ રનમાં પાંચ વિકેટ લઈને ટેસ્ટના બીજા દિવસે શ્રીલંકાની મોટી લીડ લેવાની આશા પર પાણી ફેરવી દીધું હતું. પહેલી ટેસ્ટના બીજા દિવસના અંતે યજમાન ટીમનો સ્કોર ૭ વિકેટે ૨૨૭ રન હતો અને તેઓ હજી બાવીસ રનથી પાછળ હતા. આ પહેલાં ન્યુ ઝીલૅન્ડ ૮૩.૨ ઓવરમાં ૨૪૯ રન બનાવીને ઑલઆઉટ થયું હતું.
બીજા દિવસની શરૂઆતમાં રૉસ ટેલર તેના ઓવરનાઇટ સ્કોરમાં એક પણ રન ઉમેર્યા વિના લકમલની બોલિંગમાં ૮૬ રને આઉટ થયો હતો. લકમલે ૪ અને અકિલા ધનંજયે પાંચ વિકેટ લીધી હતી. શ્રીલંકાના પહેલા ૪ બૅટ્સમેનો ડબલ ફિગરમાં પહોંચ્યા હતા, પણ ૬૦ના સ્કોરને પાર કરી ન શક્યા નહોતા. આ ચારેયને એજાઝ પટેલે આઉટ કર્યા હતા. કુશલ મેન્ડીસ ૫૩ અને ઍન્જેલો મૅથ્યુઝે ૫૦ રન કર્યા હતા. શ્રીલંકાના મિડલ-ઑર્ડર બૅટ્સોનોએ સારી શરૂઆતનો લાભ ઉઠાવ્યો નહોતો. એક સમયે તેમનો સ્કોર ૪૬.૪ ઓવરમાં બે વિકેટે ૧૪૩ રન હતો અને ૧૮ રન પછી ૫૫.૫ ઓવરમાં ૭ વિકેટે ૧૬૧ રન થતાં પ્રવાસી ટીમનો હાથ ઉપર રહ્યો હતો. દિવસના અંતે નિરોશન ડિકવેલા ૩૯ અને સુરંગા લકમલ ૨૮ રને અણનમ હતા.

sri lanka new zealand sports news