પોલાર્ડનો અદ્ભુત કૅચ

20 May, 2014 03:13 AM IST  | 

પોલાર્ડનો અદ્ભુત કૅચ


ગઈ સીઝનમાં પણ પોલાર્ડે વાનખેડેમાં પંજાબ સામે એક અદ્ભુત કૅચ પકડ્યો હતો. ગઈ કાલે પોલાર્ડે ૮મી ઓવરમાં તેના જ દેશના કેવન કૂપરની ઑલમોસ્ટ સિક્સરને પહેલાં તેની હાઇટનો પૂરેપૂરો ફાયદો ઉઠાવતાં ડાઇવ મારીને અટકાવીને કૅચ પકડવાની કોશિશ કરી હતી, પણ એ દરમ્યાન બૅલૅન્સ ગુમાવતાં એ બાઉન્ડરી લાઇનની બહાર જઈ રહ્યો હતો એ વખતે બૉલને હવામાં મેદાનની અંદર ફેંક્યો હતો. ત્યાર બાદ બાઉન્ડરી બહારથી પાછો મેદાનમાં આવીને ડાઇવ મારીને એ બૉલને કૅચ કર્યો હતો. એ કૅચ પકડ્યા પછી ચારેકોર તેની વાહવાહ થવા લાગી હતી અને આ સીઝનના પહેલા તબક્કામાં કલકત્તાના ક્રિસ લીને બાઉન્ડરી લાઇન પર પકડેલા એ. બી. ડિવિલિયર્સના શાનદાર કૅચ સાથે એની સરખામણી થવા માંડી હતી. 

તસવીરો : નીરવ ત્રિવેદી