2023ની ક્વૉલિફાઇંગ સિરીઝ આઇસીસીએ મોકૂફ રાખી

12 June, 2020 01:32 PM IST  |  Dubai | Agencies

2023ની ક્વૉલિફાઇંગ સિરીઝ આઇસીસીએ મોકૂફ રાખી

ભારતીય પ્લેયર

ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ તાજેતરમાં જાહેર કર્યું છે કે કોરોના વાઇરસને કારણે મેન્સ વર્લ્ડ કપ લીગ-2 અને બીજી મેન્સ વર્લ્ડ કપ ચૅલેન્જ લીગ-બી પોસ્ટપોન કરવામાં આવી છે. મેન્સ વર્લ્ડ કપ લીગ-2 સ્કૉટલૅન્ડમાં ૪થી ૧૧ જુલાઈ દરમ્યાન રમાવાની હતી, જેમાં નેપાલ અને નામિબિયામાં પણ ૬ વન-ડે રમાવાની હતી. મેન્સ વર્લ્ડ કપ ચૅલેન્જ લીગ-બી યુગાન્ડામાં ૩થી ૧૩ ઑગસ્ટ દરમ્યાન યોજાવાની હતી, જેમાં કુલ ૧૫ મૅચ શેડ્યુલ કરવામાં આવી હતી. દરેક સભ્યો સાથે અને તેમની સરકાર અને સ્વાસ્થ્ય મંત્રાલય સાથે ચર્ચા કર્યા બાદ આઇસીસીએ આ બન્ને સિરીઝ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. પોતાના નિવેદનમાં આઇસીસીએ કહ્યું કે ‘વિશ્વભરમાં પર્યટન માટેના પ્રતિબંધને ધ્યાનમાં રાખીને અને સરકાર તેમ જ સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ અમે નક્કી કર્યું છે કે ૨૦૨૩ના પુરુષોના ક્રિકેટ વર્લ્ડ કપ માટેની આ ક્વૉલિફાઇંગ સિરીઝને હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે. અમે હવે હોસ્ટ અને અન્ય સભ્ય દેશો સાથે વાતચીત કરીને વચલો માર્ગ કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છીએ; જેમાં પ્લેયરો, કોચ, કર્મચારીઓ અને ચાહકોની સુરક્ષાને પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવી છે.’

international cricket council world cup cricket news sports news