મુંબઈ, વિદર્ભ તથા પંજાબ ક્રિકેટ અસોસિએશનના શરૂ થશે બુરે દિન

20 November, 2014 06:11 AM IST  | 

મુંબઈ, વિદર્ભ તથા પંજાબ ક્રિકેટ અસોસિએશનના શરૂ થશે બુરે દિન



મંગળવારે ચેન્નઈમાં યોજાયેલી બોર્ડની વર્કિંગ કમિટીનાં કેટલાંક સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ત્રણેય અસોસિએશનના વર્તમાન તથા ભૂતપૂર્વ ઍડ્મિનિસ્ટ્રેટરોએ અમાન્ય એવા બિહાર ક્રિકેટ અસોસિએશનના સેક્રેટરી આદિત્ય વર્માને શ્રીનિવાસન સામેનો કેસ લડવામાં આડકતરી મદદ કરી હતી. મુંબઈ ક્રિકેટ અસોસિએશનના વર્તમાન અધ્યક્ષ શરદ પવાર શ્રીનિવાસનના વિરોધી છે તો વિદર્ભ તથા પંજાબ ક્રિકેટ અસોસિએશનના ભૂતપૂર્વ અધ્યક્ષ અનુક્રમે શશાંક મનોહર તથા આઇ. એસ. બિન્દ્રા પણ ભ્રષ્ટાચારનો કેસ ચાલતો હોવાથી એન. શ્રીનિવાસનને હટાવવાનો મત ધરાવતા હતા.

એવું માનવામાં આવે છે કે મુંબઈ ક્રિકેટ અસોસિએશનને દંડ કરવામાં આવશે એટલું જ નહીં, એને કોઈ મોટી ઇન્ટરનૅશનલ ક્રિકેટ ટુર્નામેન્ટની મૅચો પણ ફાળવવામાં નહીં આવે. ગયા વર્ષે‍ ત્ભ્ન્-૭ની ફાઇનલ મૅચ પણ બૅન્ગલોરમાં શિફ્ટ કરવામાં આવી હતી, કારણ કે સ્ત્ભ્ઓ માટે કારપાર્કિંગ તથા અન્ય કેટલાક મુદ્દાનો ઉકેલ તેઓ લાવી શક્યા નહોતા.

શ્રીનિવાસન ક્રિકેટ બોર્ડના પ્રમુખ બનશે ઈસ્ટ ઝોનના જગમોહન દાલમિયાનો ટેકો

એન. શ્રીનિવાસનને બેન્ગાલ ક્રિકેટ અસોસિએશનના અધ્યક્ષ જગમોહન દાલમિયાએ ક્રિકેટ બોર્ડના પ્રમુખ તરીકે ઈસ્ટ ઝોન વતી પોતાનો ટેકો આપ્યો છે. ઈસ્ટ ઝોનના તમામ યુનિટે ૧૭ ડિસેમ્બરે યોજાનાર ચૂંટણી માટે પ્રમુખપદના ઉમેદવાર તરીકે એન. શ્રીનિવાસનના પત્ર પર સહી કરી છે. પરિણામે શરદ પવાર પ્રમુખ બને એવી શક્યતા નહીંવત્ છે.

૨૦ નવેમ્બરે યોજાનારી ક્રિકેટ બોર્ડની સામાન્ય સભામાં શરદ પવાર હાજર રહેવાના હતા. જોકે બાદમાં સભાને મોકૂફ રાખીને ૧૭ ડિસેમ્બરે ચેન્નઈમાં રાખવામાં આવી છે. અગાઉ દાલમિયાએ પ્રમુખ તરીકે એન. શ્રીનિવાસનને ટેકો આપવા માટે અનિચ્છા દર્શાવી હતી. જોકે હવે તેમણે તૈયારી દર્શાવતાં પ્રમુખ તરીકે એન. શ્રીનિવાસન જ રહેશે. આ વખતે ક્રિકેટ બોર્ડના પ્રમુખ કોણ હશે એ નક્કી કરવાનો વારો ઈસ્ટ ઝોનનો હતો. તમામ યુનિટે ભેગા એકમતે શ્રીનિવાસનને પસંદ કરતાં બીજું કોઈ પ્રમુખ બનશે એવી શક્યતા હવે નહીંવત્ છે.

અત્યારે તો એવું લાગી રહ્યું છે કે શ્રીનિવાસન માટે મુશ્કેલીનો સમય હમણાં પૂરતો તો ટળ્યો છે.