✕

૨૪૨ રન ફટકારીને બંગલાદેશનો હાઇએસ્ટ ટેસ્ટ-સ્કોરર બન્યો તૌહિદ હૃદોય

08 November, 2026 08:44 AM IST  |  Bangladesh | Gujarati Mid-day Correspondent

હૃદોયે ૩૫૯ બૉલમાં બાવીસ ફોર અને ૧૧ સિક્સની મદદથી અણનમ ૨૪૨ રન બનાવ્યા હતા. બંગલાદેશની ટીમ ૩૮૬ રને ઑલઆઉટ થઈ ગઈ હતી, જેથી એને ૩૦ રનની લીડ મળી હતી. પહેલી ઇનિંગ્સમાં ૩૫૬ રન ફટકારનાર વેસ્ટ ઇન્ડીઝે દિવસના અંતે વિના વિકેટે ૭ રન કર્યા હતા.

તૌહિદ હૃદોય

બંગલાદેશના યુવા બૅટર તૌહિદ હૃદોયે શનિવારે વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટ-મૅચમાં ૨૪૨ રનની અણનમ ઇનિંગ્સ રમીને ઇતિહાસ રચી દીધો છે. તે બંગલાદેશ ક્રિકેટના ઇતિહાસમાં 
ટેસ્ટ-ફૉર્મેટમાં સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બનાવનારો બૅટર બની ગયો છે.

સિલહટ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી સિરીઝની બીજી અને છેલ્લી ટેસ્ટના ત્રીજા દિવસે હૃદોયે મુશફિકુર રહીમનો ૨૧૯ રનનો ૮ વર્ષ જૂનો રેકૉર્ડ તોડી નાખ્યો હતો. મુશફિકુરે ૨૦૧૮માં ઝિમ્બાબ્વે સામે મીરપુર ટેસ્ટમાં અણનમ ૨૧૯ રન બનાવ્યા હતા. આ સાથે હૃદોય ટેસ્ટ-ક્રિકેટમાં ડબલ સેન્ચુરી ફટકારનારો બંગલાદેશનો ચોથો બૅટર પણ બન્યો છે. પોતાની કરીઅરની માંડ ત્રીજી ટેસ્ટ રમી રહેલા આ ખેલાડીએ પહેલી જ સેન્ચુરીને ડબલ સેન્ચુરીમાં ફેરવવાની અનોખી સિદ્ધિ પણ હાંસલ કરી છે.

હૃદોયે ૩૫૯ બૉલમાં બાવીસ ફોર અને ૧૧ સિક્સની મદદથી અણનમ ૨૪૨ રન બનાવ્યા હતા. બંગલાદેશની ટીમ ૩૮૬ રને ઑલઆઉટ થઈ ગઈ હતી, જેથી એને ૩૦ રનની લીડ મળી હતી. પહેલી ઇનિંગ્સમાં ૩૫૬ રન ફટકારનાર વેસ્ટ ઇન્ડીઝે દિવસના અંતે વિના વિકેટે ૭ રન કર્યા હતા.

bangladesh west indies test cricket cricket news sports news sports