ફેડેરેશન કપમાં રમવા તૈયાર છે આ ટોપ એથલીટ

15 March, 2019 09:21 PM IST  | 

ફેડેરેશન કપમાં રમવા તૈયાર છે આ ટોપ એથલીટ

નહી રમે ચેમ્પિયનશિપમાં જૈવલીન પ્લેયર નીરજ ચોપરા

શુક્રવારથી શરુ થનાર ચાર દિવસીય ફેડરેશન કપ રાષ્ટ્રિય એથલેટિક્સ  . આ સિવાય તમામ ટોપ એથલીટ આ ચેમ્પિયનમાં રમશે. નીરજ ચોપરા હાલ દક્ષિણ આફ્રિકામાં અભ્યાસ કરી રહ્યા છે અને તેમને આ સત્રની પહેલી મોટી પ્રતિયોગીતામાં ભાગ લેવાથી આરામ આપવામાં આવ્યો છે. ભારતીય એથલીટોને લઈને આ પ્રતિયોગીતા એટલા માટે મહત્વની છે કે આ કોમ્પિટિશન 19 થી 24 એપ્રિલ દરમિયાન રમાનારી એશિયાઈ ચેમ્પિયનશિપ પહેલા ટ્રાયલ પ્રેક્ટિસ પણ પૂરી પાડશે.

નેશનલ રેકોર્ડ હોલ્ડર શ્રીશંકર પણ નહી રમે

લાંબી કૂદમાં નેશનલ રેકોર્ડ ધરાવનાર એમ. શ્રીશંકર પણ ઈજાગ્રસ્ત હોવાના કારણે આ કોમ્પિટિશનનો ભાગ રહેશે નહી આ સિવાય તેજસ્વિની શંકર પણ આ સ્પર્ધાથી દૂર રહેશે. ભારતીય એથલેટિક્સ મહાસંઘ દ્વારા સૂચન આપવામાં આવ્યું છે કે, એશિયાઈ ચેમ્પિયનશિપમાં એ જ પ્લેયર રમશે જે આ ફેડરેશનમાં રમશે.

 

આ પણ વાંચો: વર્લ્ડ કપ બાદ આફ્રિકાનો આ ઓલ રાઉન્ડર ક્રિકેટને કહેશે અલવિદા

 

ચેમ્પિયનશિપમાં 700 એથલીટ ભાગ લઇ રહ્યા છે

આ ચેમ્પિયનશિપમાં 700 જેટલા એથલીટ ભાગ લઈ રહ્યા છે. જેમાં અલગ અલગ રમતોના પ્લેયર્સ ભાગ લઈ રહ્યા છે. આ કોમ્પિટિશનમાં હિમા દાસ, દુતી ચંદ મોહમ્મદ અનસ અને સ્વપ્ના બર્મન જેવા પ્લેયર પર નજર રહેશે જે હાલ ફોર્મમાં ચાલી રહ્યા છે.