હાર્દિક પંડ્યાને શાંત કરી શકે છે આ એક જ માણસ, જાણો ઇન્ટરવ્યુમાં કોણે કર્યું તોફાન

18 October, 2021 07:06 PM IST  |  Abu Dhabi | Gujarati Mid-day Online Correspondent

હાર્દિકે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટનની ખૂબ વાત કરી અને તેને પોતાનો “ભાઈ” ગણાવ્યો હતો.

હાર્દિક પંડ્યા. તસવીર/સુરેશ કરકરા

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ભૂતપૂર્વ કેપ્ટન અને રાષ્ટ્રીય ટીમના વર્તમાન મેન્ટર એમ.એસ. ધોની સાથે તેના ગાઢ સંબંધ વિશે વાત કરી હતી. પંડયાએ ખુલાસો કર્યો હતો કે ધોની જ તેને શાંત કરી શકે છે. તેણે એ પણ સમજાવ્યું કે કેવી રીતે અને ક્યારે ધોનીએ તેને ટેકો પૂરો પાડ્યો જે તેની કારકિર્દી દરમિયાન અમુક તબક્કે જરૂરી હતો. હાર્દિકે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટનની ખૂબ વાત કરી અને તેને પોતાનો “ભાઈ” ગણાવ્યો હતો.

ESPNcricinfo.com સાથે વાત કરતા, આ ઓલરાઉન્ડરે કહ્યું કે “તે જાણે છે કે હું કેવો વ્યક્તિ છું. તે મને ખૂબ જ ઊંડાણથી ઓળખે છે. હું તેની ખૂબ નજીક છું. તે એકમાત્ર વ્યક્તિ છે જે મને શાંત કરી શકે છે. જ્યારે આ બધું થયું, તે જાણતો હતો કે મને સપોર્ટની જરૂર છે. મને માત્ર એક ખભાની જરૂર હતી, જે તેણે મારી ક્રિકેટ કારકિર્દીમાં ઘણી વખત પૂરો પડ્યો હતો.”

હાર્દિકે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટનની પ્રશંસા કરવાનું ચાલુ રાખ્યું, દાવો કર્યો કે તે તેની કારકિર્દીના સૌથી ખરાબ સમયમાં હાજર હતો.

“મેં તેને ક્યારેય એમએસ ધોની મહાન તરીકે જોયો નથી. મારા માટે, માહી મારો ભાઈ છે. હું એ હકીકતનો આદર અને પ્રશંસા કરું છું કે જ્યારે મને તેની સૌથી વધુ જરૂર હતી ત્યારે મારી સાથે હતો.”

દરમિયાન બીજા એક ઇન્ટરવ્યૂ સમયે ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પોતાના પુત્રને જોઈ અને આશ્ચર્યચકિત થઈ ગયો હતો. હકીકતે તેની પુત્રી અગત્સ્ય ઇન્ટરવ્યૂ રૂમમાં પહોંચી ગયો હતો અને રૂમમાં પ્રવેશતા જ હાર્દિકને પપ્પા કહીને પંડ્યા તરફ દોડી ગયો હતો. તે સમયે હાર્દિક ચકિત થઈ ગયો હતો. આ સુંદર ક્ષણનો વીડિયો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ આજે દુબઈના આઈસીસી એકેડમી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે પ્રથમ પ્રેક્ટિસ મેચ રમવાની છે. હાર્દિક પંડ્યા આ મેચમાં બોલિંગ કરતા જોવા મળી શકે છે. તેણે લાંબા સમયથી બોલિંગ કરી નથી અને તે ચર્ચાનો વિષય છે. ઘણા ક્રિકેટરો માને છે કે જો તે બોલિંગ નહીં કરે તો તે પ્લેઇંગ ઇલેવનમાં નહીં આવે.

sports news cricket news hardik pandya ms dhoni