વર્લ્ડ કપ જીતવામાં ઘણા ચડાવ-ઉતાર આવ્યા : લેનિંગ

09 March, 2020 04:53 PM IST  |  Mumbai Desk

વર્લ્ડ કપ જીતવામાં ઘણા ચડાવ-ઉતાર આવ્યા : લેનિંગ

મેગ લેનિંગ

ઑસ્ટ્રેલિયન વિમેન્સ ટી૨૦ ટીમની કૅપ્ટન મેગ લેનિંગ ભારત સામે મળેલી ૮૫ રનની જીતથી ઘણી ખુશ છે. મેગ લેનિંગનું કહેવું છે કે આ વર્લ્ડ કપ જીતવાના માર્ગમાં ઘણા ચડાવ-ઉતાર આવ્યા હતા. 

મેગ લેનિંગનું કહેવું છે કે ‘આ ઘણી ગર્વની વાત છે. આ ટુર્નામેન્ટ હંમેશાં વ્યાપક બની જાય છે. અમારા વિજય માર્ગમાં ઘણા ચડાવ-ઉતાર આવ્યા હતા. આટલા મોટા સ્તરે અમે બધા પડકારોને પહોંચી વળીને આગળ આવ્યા છીએ જે ઘણી સારી વાત છે. ન્યુ ઝીલૅન્ડ સામેની મૅચ અને સેમી ફાઇનલ એ બન્ને મૅચ મારા માટે સૌથી વધારે નર્વસભરી રહી હતી. આ ફાઇનલ મુકાબલામાં ઘણા ચડાવ-ઉતાર આવ્યા પણ અંતે જીતીને ઘણું સારું લાગી રહ્યું છે.’

લીગ રાઉન્ડમાં ઑસ્ટ્રેલિયા ભારત સામે ૧૭ રનથી હાર્યું હતું.

cricket news sports sports news world cup