આજથી અન્ડર-19 વર્લ્ડ કપનો આરંભ

14 January, 2022 01:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યજમાન વેસ્ટ ઇન્ડીઝ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ જંગ, ભારતીય યુવાનો આવતી કાલે સાઉથ આફ્રિક સામે કરશે શરૂઆત

પ્રતીકાત્મક તસવીર

યજમાન વેસ્ટ ઇન્ડીઝ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ જંગ, ભારતીય યુવાનો આવતી કાલે સાઉથ આફ્રિક સામે કરશે શરૂઆત
આજથી વેસ્ટ ઇન્ડીઝમાં અન્ડર-19 ખેલાડીઓનો વન-ડે વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે, જેમાં ૧૬ ટીમો ભાગ લઈ રહી છે. આજે (સાંજે ૬.૩૦ વાગ્યે) યજમાન વેસ્ટ ઇન્ડીઝ અને ઑસ્ટ્રેલિયાની યુવા ટીમ વચ્ચે જંગ જામશે, જ્યારે આજે જ રમાનારી અન્ય એક મૅચમાં શ્રીલંકા અને સ્કૉટલૅન્ડ ટકરાશે. સૌથી વધુ ચાર વખતની ચૅમ્પિયન ભારતીય ટીમ આવતી કાલે સાઉથ આફ્રિકા સામે જંગ સાથે પાંચમી વાર આ ટ્રોફી જીતવાના મક્કમ ઇરાદાથી શ્રીગણેશ કરશે. 
ન્યુ ઝીલૅન્ડે કોરોનાના કેરને ધ્યાનમાં રાખીને તેમની યુવા ટીમને વેસ્ટ ઇન્ડીઝ નથી મોકલી. કિવીઓ હટી જતાં સ્કૉટલૅન્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. 
હાલનું ચૅમ્પિયન બંગલાદેશ ટ્રોફી જાળવી રાખવા રવિવારે ઇંગ્લૅન્ડ સામે મેદાને પડશે. ગયા વખતે ભારતને ફાઇનલમાં હરાવીને બંગલાદેશ પ્રથમ વાર વર્લ્ડ ચૅમ્પિયન બન્યું હતું. 
ફાઇનલ જંગ પાંચમી ફેબ્રુઆરીએ જામશે. 

Sports news cricket news