05 July, 2024 07:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન ખુશખુશાલ ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમ.
T20 વર્લ્ડ કપ 2024ના રોમાંચ બાદ હવે આજથી ભારતીય ક્રિકેટ ફૅન્સ માટે ક્રિકેટ ઍક્શન ફરી એક વાર શરૂ થવા જઈ રહી છે. આજથી ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમની સાઉથ આફ્રિકન ટીમ સામે ત્રણ મૅચની T20 સિરીઝ શરૂ થશે. ત્રણેય મૅચ ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં સાંજે ૭ વાગ્યાથી રમાશે. આ પહેલાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે વન-ડે સિરીઝ અને એકમાત્ર ટેસ્ટ જીતી ચૂકી છે. ૧૯ જુલાઈથી શરૂ થનારા એશિયા કપ પહેલાં આ સિરીઝ હરમનપ્રીત કૌરની ટીમ માટે મહત્ત્વની બની રહેશે.
મેન્ટર વીવીએસ લક્ષ્મણ સાથે મિશન ઝિમ્બાબ્વે માટે હરારે પહોંચેલી કૅપ્ટન શુભમન ગિલની ટીમ આવતી કાલે ૬ જુલાઈથી T20 સિરીઝ રમવા માટે ઊતરશે. યુવા ક્રિકેટર્સ સામે ઝિમ્બાબ્વેને હરાવવાનો પડકાર હશે. પાંચેય મૅચ હરારે ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર ૪.૩૦ વાગ્યાથી શરૂ થશે. ૭ જુલાઈએ મેન્સ અને વિમેન્સ ટીમની એકસાથે મૅચ હોવાથી ક્રિકેટ ફૅન્સ માટે સુપર સન્ડે બની રહેશે. બન્ને ટીમ પોતાની વિરોધી ટીમ સામે ક્લીન સ્વીપ કરવાના ટાર્ગેટ સાથે મેદાનમાં ઊતરશે.
વિમેન્સ ટીમનું શેડ્યુલ
પહેલી T20 પાંચ જુલાઈ
બીજી T20 ૭ જુલાઈ
ત્રીજી T20 ૯ જુલાઈ
મેન્સ ટીમનું શેડ્યુલ
પહેલી T20 ૬ જુલાઈ
બીજી T20 ૭ જુલાઈ
ત્રીજી T20 ૧૦ જુલાઈ
ચોથી T20 ૧૩ જુલાઈ
પાંચમી T20 ૧૪ જુલાઈ
ભારત-ઝિમ્બાબ્વે હેડ-ટુ-હેડ રેકૉર્ડ
કુલ મૅચ ૦૮
ભારતની જીત ૦૬
ઝિમ્બાબ્વેની જીત ૦૨
ભારત-સાઉથ આફ્રિકા
હેડ-ટુ-હેડ રેકૉર્ડ
કુલ મૅચ ૧૬
ભારતની જીત ૦૯
સાઉથ આફ્રિકાની જીત ૦૫
નો રિઝલ્ટ ૦૨