પુજારા અને રહાણેનું ટેન્શન વધશે

26 November, 2021 01:43 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

ગિલ, રાહુલ અને ઐયરના ફૉર્મને જોતાં સાઉથ આફ્રિકાના પ્રવાસમાં આ ખેલાડીઓને સમાવવા બાબતે અવઢવ રહેશે

પુજારા અને રહાણે

ઘરઆંગણેની પરિસ્થિતિમાં ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ જેવા વેધક બોલરો ન હોવા છતાં મળેલી નિષ્ફળતાએ ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રાહણેની ચિંતામાં વધારો કર્યો છે. ટ્રેન્ટ બોલ્ટની ગેરહાજરી છતાં રહાણે અને પુજારા નિષ્ફળ રહ્યા, તો પોતાની પહેલી જ મૅચ રમતા શ્રેયસ ઐયર અને શુભમન ગિલે શાનદાર હાફ સેન્ચુરી ફટકારી હતી. ઐયરે શાનદાર શરૂઆત કરી હતી તો ગિલે ઓપનર તરીકેની ક્ષમતાને ફરી સાબિત કરી આપી હતી, જે કૅપ્ટન (રહાણે) અને વાઇસ કૅપ્ટન (પુજારા) માટે ખતરાની ઘંટી છે. 
થોડા દિવસોમાં જ સાઉથ આ​ફ્રિકા સિરીઝ માટેની ભારતીય ટીની ઘોષણા થશે, જેમાં જોહનિસબર્ગ જતી ફ્લાઇટમાં આ સિનિયર ખેલાડીઓને સમાવવાના મામલે દ્વિધામાં મુકાશે. ઈજાગ્રસ્ત થતાં પહેલાં લોકેશ રાહુલે પણ શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. આમ આ બધી બાબતો પુજારા અને રહાણેના સ્થાનને જોખમમાં મૂકે એવી શક્યતા છે. હાલમાં ઇન્ડિયા -એ ટીમ પણ સાઉથ આફ્રિકામાં છે, જેમાં પ્રિયકા પંચાલે અને અભિમન્યુ​ઈશ્વરને પણ સારી રમતનું પ્રદર્શન કર્યું છે. 
રહાણેની છેલ્લી ૧૧ ટેસ્ટમાં ૧૯ રનની ઍવરેજ રહી હતી. આ મૅચમાં તેણે ૩૩ રન કર્યા હતા. વળી પુજારા જે રીતે આઉટ થયો હતો એવું છેલ્લાં બે વર્ષથી બની રહ્યું છે. ઇંગ્લૅન્ડમાં જેમ્સ ઍન્ડરસને પણ પુજારાને આ જ રીતે આઉટ કર્યો હતો.

sports news cheteshwar pujara ajinkya rahane