પ્લેયર એક-બે અઠવાડિયામાં ટ્રેઇનિંગ પર આવી શકે છે : બટલર

15 May, 2020 05:21 PM IST  |  Mumbai Desk | Agencies

પ્લેયર એક-બે અઠવાડિયામાં ટ્રેઇનિંગ પર આવી શકે છે : બટલર

બટલર

ઇંગ્લૅન્ડ ક્રિકેટર જૉસ બટલરનું કહેવું છે કે જો વાતાવરણ સુધરે અને ટ્રેઇનિંગ શરૂ કરવામાં આવે તો પ્લેયર એક-બે અઠવાડિયામાં એ માટે આવી શકે છે. બટલરે કહ્યું કે ‘મને સાંભળવા મળ્યું છે કે આવનારા સમયમાં ટ્રેઇનિંગ શરૂ કરવામાં આવશે અને જો એવું હોય તો પ્લેયરો એક-બે અઠવાડિયામાં હાજર થઈ જશે. મારા ખ્યાલથી સોશ્યલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખીને વ્યક્તિગત ટ્રેઇનિંગ શરૂ કરી શકાય છે, જેમાં માત્ર પ્લેયર અને કોચ હોય. સારું છે કે મારી સામે બૉલ નાખનારું કોઈક મને મળશે. એકબીજાથી દૂર રહીને અમે ટ્રેઇનિંગ કરીશું અને પોતાની કારમાં આવ-જા કરીશું. અમે અમારી જાતે નિર્ણય લઈ શકીએ છીએ. અમે ખુશ નથી, કમફર્ટેબલ નથી, કોઈ કામ કરવાનું પ્રેશર નથી. આશા રાખું કે અમને સુરક્ષિત વાતાવરણમાં રાખવામાં આવે અને બધા કમફર્ટેબલ હશે.’

cricket news sports news sports gerard butler