KKR દ્વારા આયોજિત IPL ટ્રોફીની એક મહિનાની ટૂર થઈ સમાપ્ત

18 March, 2025 12:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલી વાર IPL ટ્રોફીનું આ પ્રકારની ટૂરનું આયોજન એક ફ્રૅન્ચાઇઝીએ કર્યું હતું.

IPL 2025 ટ્રોફી

ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સે (KKR) IPL 2025 પહેલાં એક અનોખી ટ્રોફી-ટૂરનું આયોજન કર્યું હતું જેમાં કલકત્તા શહેર સિવાય નૉર્થ-ઈસ્ટ રાજ્યોનાં નવ શહેરોમાં હજારો ક્રિકેટ-ફૅન્સને આ ટ્રોફીને નજીકથી જોવાની તક મળી હતી. ગુવાહાટીના કામાખ્યા મંદિરથી ૧૪ ફેબ્રુઆરીએ શરૂ થયેલી આ ટૂર ૧૬ માર્ચે કલકત્તામાં પૂરી થઈ હતી. આ દરમ્યાન આ ટ્રોફી ભુવનેશ્વર, જમશેદપુર, રાંચી, ગૅન્ગટૉક, સિલિગુડી, પટના અને દુર્ગાપુર સહિતનાં શહેરનાં પ્રખ્યાત અને પવિત્ર સ્થળોએ પહોંચી હતી. પહેલી વાર IPL ટ્રોફીનું આ પ્રકારની ટૂરનું આયોજન એક ફ્રૅન્ચાઇઝીએ કર્યું હતું. 

sports news sports kolkata knight riders indian premier league cricket news