ભારતીય ટીમ-મૅનજમેન્ટ યંગ વૈભવ સૂર્યવંશીના ઑલરાઉન્ડર તરીકેના વિકાસમાં ઉતાવળ નહીં કરે

26 July, 2026 01:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૫ વર્ષનો વૈભવ સૂર્યવંશી શાનદાર બૅટિંગની સાથે સારી બોલિંગ કરવાની પણ ક્ષમતા ધરાવે છે.

વૈભવ સૂર્યવંશી

૧૫ વર્ષનો વૈભવ સૂર્યવંશી શાનદાર બૅટિંગની સાથે સારી બોલિંગ કરવાની પણ ક્ષમતા ધરાવે છે. વૈભવ સૂર્યવંશીએ ડાબોડી સ્પિનર તરીકે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બે વિકેટ અને અન્ડર-19 વર્લ્ડ કપમાં એક વિકેટ લીધી હતી. 

ઝિમ્બાબ્વે સિરીઝ માટેની પસંદગી સમિતિના અધ્યક્ષ અને BCCI સેન્ટર ઑફ એક્સેલન્સના સ્પિન બોલિંગ કોચ સુનીલ જોશીએ વૈભવ સૂર્યવંશીના ઑલરાઉન્ડર તરીકેના વિકાસ વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સુનીલ જોશી કહે છે, ‘વૈભવનો બોલિંગ-વિકલ્પ તરીકે ઉપયોગ કરવાની કોઈ તાત્કાલિક યોજના નથી. હાલમાં તેની બૅટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરીએ. પછીથી તેની બોલિંગ પર BCCI સેન્ટર ઑફ એક્સેલન્સમાં કામ કરવામાં આવશે.’

sports news sports vaibhav sooryavanshi indian cricket team cricket news board of control for cricket in india