ઇંગ્લૅન્ડ-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે કોરોનાકાળમાં રમાશે પહેલી ટેસ્ટ મૅચ

08 July, 2020 04:10 PM IST  |  London | Agencies

ઇંગ્લૅન્ડ-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે કોરોનાકાળમાં રમાશે પહેલી ટેસ્ટ મૅચ

આજથી પ્રોફેશનલ ક્રિકેટ કરશે કમબૅક

માર્ચ મહિનામાં રમાયેલા ક્રિકેટ બાદ હવે લગભગ ત્રણ-ચાર મહિનાના બ્રેક પછી પ્રોફેશનલ ક્રિકેટ ફરી પાછું કમબૅક કરી રહ્યું છે. ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ આજથી પોતાની ત્રણ ટેસ્ટ મૅચની સિરીઝની શરૂઆત કરશે. યજમાન ટીમ પોતાને પાછલી ટેસ્ટ સિરીઝમાં મળેલી હારનો બદલો લેવા ઉત્સુક છે, જ્યારે મહેમાન ટીમ ટ્રોફી ઘરે લઈ જવા માટે આતુર છે. જેસન હોલ્ડર અને બેન સ્ટોક્સની કપ્તાનીમાં બન્ને ટીમ આમને-સામને થશે. આ ટેસ્ટ સિરીઝ પર સમગ્ર વિશ્વની નજર છે, કારણ કે આઇસીસીના નવા નિયમ‍ પહેલી વાર આ સિરીઝમાં લાગુ થતા જોવા મળશે. ઇંગ્લૅન્ડના ટેસ્ટ કપ્તાન જો રૂટની જગ્યાએ બેન સ્ટોક્સ ટીમની કમાન સંભાળશે. સામા પક્ષે વેસ્ટ ઇન્ડીઝના કોચ ફીલ સિમોન્સનું કહેવું છે કે આ બન્ને ઑલરાઉન્ડર પહેલી ટેસ્ટમાં ઉપર આવવાનો પ્રયત્ન કરશે. જો રૂટની ગેરહાજરીને કારણે જે નવા પ્લેયરો આવશે તેમની ગેમ ન ખબર હોવાથી મહેમાન ટીમને તકલીફ નડી શકે છે, માટે તેમણે ઘણું સંભાળીને રમવું પડશે. વળી સ્ટોક્સ નિયમિત રૂપે કપ્તાનપદ સંભાળતો નથી માટે તેની આ મર્યાદાઓનો લાભ વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમ કેવી રીતે લઈ શકે છે એ જોવા જેવું રહેશે.’

બન્ને દેશોની ક્રિકેટ ટીમ કોરોના નેગેટિવ આવ્યા બાદ આ સિરીઝ રમવા તૈયાર થઈ છે જેને ખાલી સ્ટેડિયમમાં રમાડવામાં આવશે.

west indies england cricket news sports news