રાજકોટમાં રમાશે સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ 2019ની પહેલી સિઝન

04 May, 2019 06:43 PM IST  |  રાજકોટ

રાજકોટમાં રમાશે સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ 2019ની પહેલી સિઝન

સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગની ટીમોના કોચ

રાજકોટ અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશન દ્વારા સૌરાષ્ટ્ર – કચ્છના ક્રિકેટરો માટે એક મોટી તક લઇને આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશને ‘સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ 2019’ ની જાહેરાત કરી છે. આ ટુર્નામેન્ટ આઇપીએલની જેમ જ રમાશે. જેમાં કુલ પાંચ ટીમો ભાગ લેશે.

જાણો ક્યારે શરૂ થશે ટુર્નામેન્ટ

સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગની પહેલી સીઝન 14 મેથી 22 મે સુધીમાં રમાશે. સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગમાં 5 ટીમો ભાગ લેશે. આ પાંચ ટીમો 10 મેચ રમશે અને ત્યાર બાદ સેમી ફાઇનલ અને ફાઇનલ મેચ રમાશે. 9 દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશનને મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો જોડાય તેવી આશા છે.


આ 5 ટીમો ટુર્નામેન્ટમાં લેશે ભાગ

સૌરાષ્ટ્ર પ્રીમિયલ લીગ 2019માં કુલ 5 ટીમો ભાગ લેશે. જેમા ટીમો આ પ્રમાણે છે.

- ઝાલાવાડ રોયલ્સ
- હલાર હિરોઝ
- સોરઠ લાયન્સ
- કચ્છ વોરિઅર્સ
- ગોહિલવાડ ગ્લેડિએટર્સ

આ પ્રમાણે થશે ક્રિકેટરોની વહેંચણી

લીગ માટે સૌરાષ્ટ્રના પ્લેયર્સને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. ગ્રુપ Aમાં સૌરાષ્ટ્રના બધા જ સિનિયર પ્લેયર્સનો સમાવેશ કરવામાં આવશે જેમાં હાલમાં જ રણજીમાં રમેલા પ્લેયર્સ સિવાય વિજય હજારે અને સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં રમતા પ્લેયર્સનો સમાવેશ કરવામાં આવશે. ગ્રુપ Bમાં એવા પ્લેયર્સનો સમાવેશ કરવામાં આવશે જે BCCIની મેચોમાં રમી ચૂક્યા હોય અને તેમની ઉમર 23 વર્ષ કરતા ઓછી હોય અને ગ્રુપ Cમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમમાંથી રમતા અંડર-19 પ્લેયર્સનો સમાવેશ કરવામાં આવશે.

અહિંયા માણી શકશે LIVE કવરેજ

સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ 2019 ટુર્નામેન્ટને ક્રિકેટ ચાહકો સ્ટાર સ્પોર્ટસ અને હોટ સ્ટાર ડિજીટલ પર લાઇન ક્રિકેટ મેચ જોઇ શકશે. ટુર્નામેન્ટની દરેક મેચ સ્ટાર સ્પોર્ટસ 1, સ્ટાર સ્પોર્ટ્સ 1 HD અને હોટ સ્ટાર ડિજીટલ પર પ્રસારણ થશે.



દરેક ટીમમાં 17 ક્રિકેટરો રહેશે

સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં કુલ 5 ટીમો રમશે. જેમાં દરેક ટીમમાં કુલ 17 પ્લેયર્સનો સમાવેશ કરવામાં આવશે. દરેક ટીમમાં ગ્રુપ Aમાંથી 4, ગ્રુપ Bમાંથી 6 કે 7 અને બાકીના પ્લેયર્સની પસંદગી ગ્રુપ Cમાંથી કરવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં દરેક ટીમ 2-2 મેચ રમશે. હાઈએસ્ટ રનરેટ વાળી ટીમો 22 મેના દિવસે ફાઈનલ રમાશે.

પાંચ ટીમના મુખ્ય કોચ આ પ્રમાણે છે
1) શિતાંશું કોટક (કોચ) – ઝાલાવાડ રોયલ્સ
2) નિરજ ઓડેદરા (કોચ) – હાલાર હિરોઝ
3) રાજેન્દ્રસિંહ જાડેજા (કોચ) – સોરઠ લાયન્સ
4) હિતેશ ગોષ્વામી (કોચ) – કચ્છ વોરિયર્સ
5) અમિત શુક્લા (કોચ) – ગોહિલવાડ ગ્લેડિયેટર્સ

cricket news saurashtra rajkot